News of Tuesday, 27th August 2024
રાજપીપળા કમલમ કાર્યાલય ખાતે ધારાસભ્ય ડો.દર્શના બેન દેશમુખનું આદિવાસી મહિલાઓએ સન્માન કર્યું
PMJAY યોજનામાં નર્મદા જિલ્લામાં એક ખાનગી હોસ્પિટલમાં મફત સારવાર મળી રહે તેવી સરકારમાં રજુઆત કરી મંજુરી મેળવવા બદલ સન્માન કરાયું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ નો નર્મદા કમલ કાર્યાલય ખાતે સન્માન કાર્યક્રમ રખાયો જેમાં PMJAY યોજના માં નર્મદા જિલ્લામાં એક ખાનગી હોસ્પિટલ (વિજય મેટર્નીંટી )માં મફત સારવાર મળી રહે તેવી સરકાર માં રજુઆત કરી. જેની મંજુરી મળી જતા કેટલાક સમજુ અને જાગૃત આદિવાસી મહિલાઓ એ આ પ્રસંશનીય કામગીરી કરનાર ધારાસભ્ય ના સન્માન માટેની ઈચ્છા વ્યક્ત કરી. જેને તુરતજ અમલ કરી હરેશભાઇ વસાવા, તથા સાથી કાર્યકરોએ કાર્યક્રમનુ આયોજન કરી આયુષ્યમાન કાર્ડ થી હવે રાજપીપળા માં પણ રૂપિયા 10 લાખ સુધી અહીંના ગરીબ /જરૂરિયાતમંદ લોકો બીમારીમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં આવતી આ યોજના નો લાભ લઈ વિના મુલ્યે સારવાર નો લઈ શકશે.સરકાર ગરીબ પરિવારો માટે કેટલી સંવેદનશીલ છે. જેની પ્રતીતી થાય છે.
આ પ્રસંગે ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ એ તમામ બહેનો દ્વારા સન્માન કરવા બદલ સંબોધન કરતા જણાવ્યું કે આ મારી જવાદારી હતી જેને મે સરકાર માં રજુઆત દ્વારા કરી જેનો અમલ થયો છે. જન કલ્યાણ ના કામો કરવા એ મારી જવાબદારી અને ફરજ પણ છે..આવાજ જન હિતકારી કામો વડા પ્રધાન નરેદ્રભાઈ મોદી દ્વારા થઈ રહ્યા છે, જેમા કિશાન સન્માન નિધિ, પ્રધાન મંત્રી આવાસ યોજના, જનધન યોજના જેવી યોજના ઓ ને બધાને પુરે પૂરો લાભ મળે તથા મહિલાઓ આત્મ નિર્ભર બની સન્માનિત જીવન જીવે રાજ્ય સરકાર ની યોજનાઓ નો પુરે પૂરો લાભ મેળવે, એમાં જ્યાં જરૂર જણાય ત્યાં મદદ કરવાની ખાત્રી આપી હતી
હાજર બીજેપી અગ્રણીઓ એ ધારાસભ્ય ડો. દર્શનાબેન ના આ સરાહનીય કાર્યની પ્રસંસા કરી હતી. કાર્યક્રમ માં નાદોદ મંડલ પ્રમુખ અરવિંદભાઈ પટેલ શહેર પ્રમુખ રમણસિંહ રાઠોડ , કોકિલા બેન વસાવા, ભગવતી બેન, તથા મહિલા સરપંચો ઉપસ્થિતિ રહ્યા હતા કાર્યક્રમ નુ આયોજન હરેશભાઇ વસાવા દ્વારા કરવામાં આવ્યું હતું.
(11:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
