News of Tuesday, 27th August 2024
નવસારીમાંં પૂર્ણા-અંબિકા નદીમાં પૂરના પાણી ભયજનક સપાટીની ઉપર: બીલીમોરાનો 20 ટકા વિસ્તાર પાણીમાં ગરકાવ
નવસારીમાં 25 હજારથી વધુ અને બીલીમોરાના 30 હજારથી વધુ લોકો પ્રભાવિત

નવસારી જિલ્લાના ઉપરવાસમાં ધોધમાર વરસાદના કારણે પૂર્ણા અંબિકા અને કાવેરી નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે. પૂર્ણા નદી 25 ફૂટ પર પહોંચી છે. ભયજનક સપાટી 22 ફૂટ છે. અંબિકા નદી 35 ફૂટ પર પહોંચી જ્યારે તેની ભયજનક સપાટી 28 ફૂટ છે. કાવેરી નદીની સપાટી 19 ફૂટ, ભયજન સપાટી 19 ફૂટ છે. નવસારી શહેરના વિસ્તારમાં પૂર્ણા નદીના પાણી ભરાયા છે. 25,000 થી વધુ લોકો પ્રભાવિત થયા છે
બીલીમોરા શહેરમાં અંબિકા અને પૂર્ણાના કારણે 20 ટકા જેટલો વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે. આશરે 30,000 થી વધુ લોકો પ્રભાવિત થયા છે. ઉપરવાસમાં હજુ પણ પડી રહેલા વરસાદના કારણે જળ સપાટીમાં વધારો થવાની શક્યતાઓના પગલે તંત્ર એલર્ટ છે. નવસારી શહેરમાંથી 2,000થી વધુ લોકોને સ્થળાંતરિત કરાયા છે. શાળાઓ અને સામાજીક વાડીઓમાં સ્થળાંતરિત કરીને રાખવામાં આવ્યા છે.
(11:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
