News of Tuesday, 27th August 2024
ભારે વરસાદના પગલે રાજ્યમાં 636 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા: સ્ટેટના કુલ 44 રસ્તા તથા 34 હાઇવે બંધ

રાજ્યભરમાં ભારે વરસાદના કારણે રોડ રસ્તાઓને મોટા પાયે નુકશાન થયુ છે. ભારે વરસાદના કારણે રાજ્યમાં 636 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સ્ટેટના 34 હાઇવે બંધ કરવામાં આવ્યા છે. જેમાં ખેડા 6, આણંદ 2, કચ્છ 1,વડોદરા 6, નર્મદા 1, પચમહાલ 4, ભરૂચ 2, દાહોદ 2, સુરત 1, વલસાડ 1, રાજકોટ 1, મોરબી 4, સુરેન્દ્રનગર 3 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે.
ભારે વરસાદના કારણે રાજ્યમાં અન્ય માર્ગોની વાત કરીએ તો કુલ 44 રસ્તા બંધ કરવામાં આવ્યા છે. જેમાં ખેડા 10, આણંદ 5, અવવલ્લી 3,ગાંધીનગર1, કચ્છ 2, બરોડા 2, છોટા ઉદેપુર 1, પચમહાલ 3, દાહોદ 5, નવસારી 1, વલસાડ 2, રાજકોટ 2 અને મોરબી 2 ,સુરેન્દ્રનગર 5 રસ્તા બંધ કરવામાં આવ્યા છે.
(4:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
