News of Tuesday, 27th August 2024
ભારે વરસાદના કારણે રાજ્યમાં 1210 ગામમાં વીજપુરવઠો ખોરવાયો
પંચમહાલ જિલ્લામાં સૌથી વધુ 217 ગામમાં, વડોદરા જિલ્લામાં 127 ગામમાં વીજ પુરવઠો ખોરવાયો

અમદાવાદ : ગુજરાતને હજુ પણ ભારે વરસાદથી રાહત મળવાની કોઇ સંભાવના નથી. હવામાન વિભાગે આવતીકાલે એટલે કે 28 ઓગસ્ટના રોજ રાજ્યના છ જિલ્લાઓમાં વરસાદને લઇને રેડ એલર્ટ જાહેર કર્યું છે.
દારમિયાન ભારે વરસાદના કારણે રાજ્યમાં 1210 ગામમાં વીજપુરવઠો ખોરવાયો હતો. પંચમહાલ જિલ્લામાં સૌથી વધુ 217 ગામમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. વડોદરા જિલ્લામાં 127 ગામમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. જામનગર જિલ્લામાં 116, દ્વારકા જિલ્લામાં 110 ગામ અને ખેડા જિલ્લામાં 100 ગામમાં વીજ પુરવઠો ખોરવાયો હતો.
(9:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
