<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th August 2024

રાજ્યમાં સાર્વત્રિક વરસાદ : 12 કલાકમાં 245 તાલુકામાં વરસાદ: સૌથી વધુ રાજકોટમાં અનરાધાર 8 ઇંચ ખાબક્યો

કોડટા સાંગાણીમાં 7.5 ઈંચ, લોધિકામાં 7 ઈંચ વરસાદ, ખંભાળીયામાં 6.5 ઈંચ, કલ્યાણપુર,, કાલાવડ અને ભાણવડમાં 6-6 ઈંચ વરસાદ

અમદાવાદ : છેલ્લા બે દિવસથી રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. આજે પણ મેઘરાજા તમામ તાલુકાઓમાં મન મુકીને વરસ્યા હતા. જેને લઇ રોજિંદુ જીવન ખોરવાયું હતુ.

  મળતી માહિતી મુજબ 10 કલાકમાં 245 તાલુકામાં વરસાદ વરસાદ વરસ્યો હતો. જેમાં રાજકોટમાં વરસ્યો સૌથી વધુ 8 ઈંચ જેટલો વરસાદ પડતા જનજીવન ખોરવાયુ છે.

  રાજ્યના 245 તાલુકામાં સતત બીજા દિવસે એટલે કે આજે પણ વરસાદ વરસ્યો હતો. જેમાં સવારે 6 થી 4 વાગ્યા સુધીમાં 245 તાલુકામાં વરસાદ પડ્યો હતો. સૌથી વધારે રાજકોટમાં 8 ઈંચ વરસાદ નોંધાયો હતો.

  કોડટા સાંગાણીમાં 7.5 ઈંચ, લોધિકામાં 7 ઈંચ વરસાદ, ખંભાળીયામાં 6.5 ઈંચ, કલ્યાણપુરમાં સવા 6 ઈંચ, કાલાવડમાં સવા 6 ઈંચ, ભાણવડમાં 6 ઈંચ વરસાદ, લાલપુરમાં 5.5 ઈંચ, રાણાવાવામાં સવા 5 ઈંચ, ગોંડલમાં 5 ઈંચ, દ્વારકામાં 5 ઈંચ વરસાદ, પોરબંદરમાં 5 ઈંચ, જામ જોધપુરમાં 5 ઈંચ વરસાદ, જામનગરમાં 5 ઈંચ, ધોરાજીમાં 4.5 ઈંચ વરસાદ, જામ કંડોરણામાં સવા 4 ઈંચ, ચોટીલામાં સવા 4 ઈંચ, વંથલીમાં 4 ઈંચ, કેશોદમાં 4 ઈંચ વરસાદ વરસ્યો હતો.

(9:40 PM IST)