<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th August 2024

વિશ્વામિત્રી નદી ભયજનક સપાટીને પાર :નીચાણવાળા વિસ્તારોમાંથી 3,000 લોકોને સલામત સ્થળે ખસેડાયા

વડોદરા કાલાઘોડા ખાતે વિશ્વામિત્રી નદી તેની ભયજનક સપાટી 26 ફૂટથી 9 ફૂટ વધુ એટલે કે 35.25 ફૂટે પહોંચી જતા તંત્ર દ્વારા તમામ બ્રિજો બંધ કરી દેવાયા

વડોદરા :શહેરમાં ભારે વરસાદ બાદ વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યું છે. શહેરના રસ્તાઓ પર નદીના પાણી ફરી વળ્યા છે. સમા ઊર્મિ બ્રિજથી અમિતનગર સર્કલ સુધી પાણી ભરાયા છે, તો મંગલપાંડે રોડ, સમા ગામ, સયાજીગંજ વિસ્તાર પાણીમાં ગરકાવ થયા છે. વડસર, કારેલીબાગ, મુજમહોડા, ફતેગંજ વિસ્તાર જળબંબાકાર થયો છે. વરસાદી આફતને પહોંચી વળવા આર્મી અને એરફોર્સની ટીમને સ્ટેન્ડબાય પર રાખવામાં આવી છે. વડોદરા શહેરમાં ગતરોજ વરસેલા 12 ઇંચ જેટલા વરસાદે શહેરની હાલત ખરાબ કરી નાંખી છે.

ભારે વરસાદ અને ડેમના પાણી છોડવાને પગલે મંગળવારે સવારે ગુજરાત શહેરમાંથી વહેતી વિશ્વામિત્રી નદીનું પાણી 25 ફૂટનું જોખમનું નિશાન વટાવી જતાં વડોદરા અને તેની આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા 3,000થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

  વડોદરા કાલાઘોડા ખાતે વિશ્વામિત્રી નદી તેની ભયજનક સપાટી 26 ફૂટથી 9 ફૂટ વધુ એટલે કે 35.25 ફૂટે પહોંચી જતા તંત્ર દ્વારા તમામ બ્રિજો બંધ કરી દેવામાં આવ્યા છે. વિશ્વામિત્રીની આસપાસમાં આવેલી તમામ સોસાયટીઓ અને વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ જતા અનેક લોકો ફસાયા છે.

(11:18 PM IST)