તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Wednesday, 28th August 2024
મેઘરાજા ગુજરાતનો કેડો મુકશે નહિ: આજે અમદાવાદ, કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર
હજુ 3 સપ્ટેમ્બર સુધી રાજયના વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

અમદાવાદ: : છેલ્લા બે દિવસથી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે. ગઇકાલે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના પગલે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ છે. ત્યારે હવામાન વિભાગ અનુસાર, આજે અમદાવાદ, કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિથી અતિભારે વરસાદની શક્યતા હોય રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
28 ઓગસ્ટના રોજ કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, અમદાવાદ, પાટણ, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં અતિથી અતિભારે વરસાદની શક્યતા છે. બનાસકાંઠા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, છોટા ઉદેપુરમાં ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે. જ્યારે મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં ભારે વરસાદની શક્યતા છે.
29 ઓગસ્ટના રોજ કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદરમાં અતિથી અતિભારે વરસાદ થઇ શકે છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, ખેડા, મહીસાગર, આણંદ, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે.
30 ઓગસ્ટના રોજ કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદરમાં ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે. ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, ખેડા, મહીસાગર, આણંદ, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, નર્મદામાં હળવોથી મધ્યમ વરસાદની શક્યતા છે.
31 ઓગસ્ટના રોજ કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, ખેડા, મહીસાગર, આણંદ, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, નર્મદા, ભરૂચમાં હળવોથી મધ્યમ વરસાદની શક્યતા છે.
1 અને 2 સપ્ટેમ્બરના રોજ નવસારી અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે. જ્યારે ભરૂચ, સુરત, તાપી, ડાંગમાં ભારે વરસાદ થઇ શકે છે. કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, ખેડા, મહીસાગર, આણંદ, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, નર્મદામાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
3 સપ્ટેમ્બરના રોજ નવસારી અને વલસાડમાં ભારે વરસાદ થઇ શકે છે. જ્યારે ભરૂચ, સુરત, તાપી, ડાંગમાં ભારે વરસાદ થઇ શકે છે. કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, ખેડા, મહીસાગર, આણંદ, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, નર્મદામાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
(2:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
