તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Wednesday, 28th August 2024
રાજયમાં શાકભાજી ના ભાવો સળગી ઉઠ્યા: કોથમીર ૩૨૦ તો ટમેટા 60ના કિલો
અન્ય તમામ શાક મોંઘાદાટ: મહિલાઓમાં દેકારો: ભારે વરસાદ ને કારણે શાકભાજી ની માત્ર ૧૦ ટકા આવક

અમદાવાદ: રાજયભરમાં ભારે વરસાદ પડતા જ લીલા શાકભાજીની આવક ઓછી થઈ છે જેના લીધે શાકભાજીના ભાવોમાં પણ કિલોએ 40થી 60 રૂપિયા સુધીનો વધારો થયો છે. જ્યારે કોથમીર 60 રૂપિયા કિલો મળતી હતી તે હાલમાં પ્રશ્વિમ વિસ્તારમાં 32 રૂપિયા કિલો, મેથી 50 રૂપિયા કિલોની 240 રૂપિયા, પાલક 50 રૂપિયા કિલોની 240 રૂપિયા અને ફુદીનો 60 રૂપિયા કિલોનો 160 રૂપિયા કિલો મળી રહ્યો છે.
મરચા 20 રૂપિયા કિલો હતા તે અત્યારે 80 રૂપિયા કિલો મળી રહ્યા છે. બટાકા અને ડુંગળીના ભાવોમાં વધારો થઈ ગયો છે. બટાકા 48 રૂપિયા કિલો અને ડુંગળી 52 રૂપિયા કિલો મળી રહી છે.
વરસાદને લીધે આ શાકભાજીના ભાવ વધ્યા
શાકભાજી ભાવ
બટેકા 48 રૂપિયા કિલો
ડુંગળી 52 રૂપિયા કિલો
મેથી 240 રૂપિયા કિલો
કોથમીર 320 રૂપિયા કિલો
ફુદીનો 160 રૂપિયા કિલો
લીલી ડુંગળી 70 રૂપિયા કિલો
મરચા 80 રૂપિયા કિલો
તુરિયા 100 રૂપિયા કિલો
ચોળી 140 રૂપિયા કિલો
પાલક 240 રૂપિયા કિલો
આદુ 200 રૂપિયા કિલો
કંકોડ 240 રૂપિયા કિલો
ગવાર 120 રૂપિયા કિલો
સીમલા મરચાં 80 રૂપિયા કિલો
સરગવો 160 રૂપિયા કિલો
ટમેટાં 60 રૂપિયા કિલો
ટીંડોળા 110 રૂપિયા કિલો
રવૈયા 60 રૂપિયા કિલો
પરવર 90 રૂપિયા કિલો
દેશી મરચાં 80 રૂપિયા કિલો
લીંબુ 160 રૂપિયા કિલો
દૂધી 50 રૂપિયા કિલો
દેશી કાકડી 90 રૂપિયા કિલો
બીટ 60 રૂપિયા કિલો
ભીંડા 80 રૂપિયા કિલો
કોબી 50 રૂપિયા કિલો
ફ્લાવર 95 રૂપિયા કિલો
ફણસી 130 રૂપિયા કિલો
વટાણા 140 રૂપિયા કિલો
કારેલા 110 રૂપિયા કિલો
(1:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
