તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Wednesday, 28th August 2024
બોટાદ જિલ્લા વરસાદની સટાસટીઃ રાણપુરમાં નદી કાંઠાના ઝૂંપડપટ્ટીમાં રહેતા ૭૭ રહીશોને શેલ્ટર હોમમાં સ્થાળાંતર કરાયા
બોટાદ જિલ્લામાં ભારે વરસાદથી હાહાકાર, રાણપુર નદી કાંઠાનાં ઝૂંપડપટ્ટીમાં રહેતા 77 રહીશોને શેલ્ટર હોમમાં આશ્રય અપાયો

બોટાદઃ બોટાદ જિલ્લામાં ગત ત્રણ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. ત્યારે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો તેમજ ખેડૂતો અને પશુઓના રક્ષણ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બચાવ કામગીરી કરવામાં આવી રહી છે. ભારે વરસાદને કારણે રાણપુર મામલતદાર દ્વારા રાણપુર નદી કાંઠાનાં ઝુપડપટ્ટીમાં રહેતા લોકોની મુલાકાત લેવામાં આવી હતી.
નદી કાંઠામાં રહેતાં ઝુપડપટ્ટીનાં 20 પુરૂષ, 31 સ્ત્રી, 26 બાળકો સહિતના કુલ 77 રહીશોને ત્યાંથી ખસેડીને રાણપુર કુમારશાળા ખાતે બનાવવામાં આવેલ શેલ્ટર હોમમાં આશ્રય આપવામાં આવ્યો હતો.
સ્થળાંતરિત લોકોને પુરતા પ્રમાણમાં ખોરાક પાણી મળી રહે તે માટેની સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી.
છેલ્લાં 24 કલાકમાં આ તાલુકામાં વરસાદ થયો
બોટાદમાં 86 mm
બરવાળામાં 44 mm
ગઢડામાં 83 mm
રાણપુરમાં 57 mm
(2:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
