<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th August 2024

રાજ્યમાં શ્રાવણમાં શ્રીકાર વર્ષાઃ અનેક જિલ્‍લાઓને મેઘરાજાએ ધમરોળી નાખ્‍યાઃ સૌરાષ્‍ટ્ર-કચ્‍છ માટે આગામી ૪૮ કલાકે ખતરારૂપઃ સ્કાયમેટની આગાહી

કચ્છ,દ્વારકા,રાજકોટમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે

અમદાવાદઃ  રાજ્યમાં શ્રાવણમાં શ્રીકાર વર્ષા થઈ રહી છે. અનેક જિલ્લાઓને મેઘરાજાએ ઘમરોળી નાખ્યા છે. ભારે વરસાદથી નદી-નાળા છલકાયા છે. મુશળધાર વરસાદથી રાજ્યના અનેક રસ્તાઓ બંધ થયા છે. જો કે, રાજ્યમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સ્કાયમેટની આગાહી મુજબ આગામી 48 કલાક સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની શક્યતા છે
ગુજરાતના કેટલાક જિલ્લામાં આજે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સ્કાયમેટની આગાહી મુજબ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં હજુ પણ ભારે વરસાદની શક્યતા છે તેમજ આગામી 48 કલાક સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની શક્યતાઓ છે. તો કચ્છ,દ્વારકા,રાજકોટમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે જ્યારે પૂર્વ ગુજરાતમાં આજે સામાન્ય વરસાદની સંભાવના છે.

(2:20 PM IST)