<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th August 2024

ગુજરાતના પ્રવક્તા પ્રધાને કહ્યું- કેચમેન્ટ એરિયામાં વરસાદ બંધ થતા વડોદરામાં 18થી 24 કલાકમાં સ્થિતિ સામાન્ય થશે

 અમદાવાદ: ગુજરાતમાં ડિપ ડિપ્રેશને સર્જેલી વરસાદી તારાજી બાદ, ગુજરાત સરકારના પ્રવકત્તા અને આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ, આજે વડોદરા દોડી ગયા હતા. વડોદરામાં છેલ્લા બે દિવસથી પરિસ્થિતિ ખુબ જ ખરાબ છે. શહેરભરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયેલા છે. લોકોને વરસાદી પૂરથી બચવા માટે પહેલા માળે અથવા તો મકાનના ધાબા પર આશરો લેવાની ફરજ પડી રહી છે. આવી અણધારી સ્થિતિમાં, લોકોને મદદરૂપ થવા માટે તંત્રે કામગીરી હાથ ધરી છે.

2005 અને 2024ની સ્થિતિ અંગે પુછાયેલા પ્રશ્ને, ગુજરાત સરકારના પ્રવકત્તા પ્રધાને, પત્રકારોને જણાવ્યું હતું કે, 2004-05 બાદ ફરી આવી સ્થિતિ સર્જાઈ છે. ત્રણ જળાશય છે જે ગેટેડ નથી તેનુ પાણી ઓવરફ્લો થઈને વિશ્વામિત્રીમાં આવી રહ્યું છે. ઓવરટોપિગ થતુ પાણી અન્ય કેનાલ કરીને ખંભાતના અખાતમાં છોડી શકાય તેવુ આયોજન હાથ ધરવા માટે મ્યુનિસિપલ કમિશનર સાથે વાત થઈ છે.

(4:59 PM IST)