તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Wednesday, 28th August 2024
કાલે તા,29ને ગુરુવારે વડોદરા શહેર અને જિલ્લાની તમામ પ્રાથમિક,માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં રજા
શહેરમાં આવેલા ઘોડાપૂરના પગલે સતત ત્રીજા દિવસે શાળા-કોલેજમાં રજા જાહેર

વડોદરા : શહેરમાં આવેલા ઘોડાપૂરના પગલે સતત ત્રીજા દિવસે શાળા-કોલેજમાં રજા જાહેર કરવામાં આવી છે. મંગળવારે રજા જાહેર કર્યા બાદ શાળા-કોલેજમાં વિશ્વામિત્રીના પૂરના કારણે બુધવારે પણ રજા જાહેર કરવામાં આવી હતી. પૂરના કારણે શાળા-કોલેજમાં મીની વેકેશન જેવો માહોલ છે દરમિયાન અતિ ભારે વરસાદને કારણે વડોદરા શહેર અને જિલ્લાની તમામ પ્રાથમિક,માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં તા. ૨૯-૦૮-૨૪ ના રોજ રજા જાહેર કરવામાં આવી છે.
(7:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
