તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Wednesday, 28th August 2024
સવારના 6થી સાંજના 6 સુધીમાં રાજ્યના 231 તાલુકામાં વરસાદ: સૌથી વઘુ ભાણવડમાં સાડા સાત ઈંચ ખાબક્યો
લાલપુર, જામજોધપુર અને કાલાવડ તાલુકામાં ચારથી માંડીને છ ઈંચ સુધીનો વરસાદ નોંધાયો

અમદાવાદ : રાજયમાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજા સટાસટી બોલાવી રહ્યા છે અનરાધાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે ડેમ ઓવફલો થયા છે, નદી નાળા છલકાયા છે,અનેક શહેરોમાં પાણી ભરાયા છે,
ગુજરાતમાં આજે બુધવારે સવારના 6 વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધીના 12 કલાકમાં 231 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં 185 મિલીમીટર વરસાદ વરસ્યો છે. સાંજના 4થી 6 વાગ્યા સુધીના બે કલાકમાં આશરે અઢી ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા, દ્વારકા અને કલ્યાણપૂરમાં સાત ઈંચથી વઘુ વરસાદ આજે વરસ્યો છે. તો જામનગર જિલ્લાના લાલપુર, જામજોધપુર અને કાલાવડ તાલુકામાં ચારથી માંડીને છ ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે.
(7:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
