<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th August 2024

અમદાવાદના હાથીજણ અને વિવેકાનંદ નગર વચ્ચેનો સંપર્ક તૂટ્યો : કોઝવે પર 10 ફૂટ પાણી ફરી વળ્યાં

હાથીજણ અને વિવેકાનંદ નગર વચ્ચેનો રસ્તો બંધ કરાયો: ખારી નદીના પાણી નીચાણ વાળા વિસ્તારોમાં ધસી આવ્યા

અમદાવાદના હાથીજણ અને વિવેકાનંદ નગર વચ્ચેનો સંપર્ક તૂટ્યો છે.કોઝવે પર 10 ફૂટ પાણી ફરી વળતા હાથીજણ અને વિવેકાનંદ નગર વચ્ચેનો રસ્તો બંધ કરાયો છે. ખારી નદીના પાણી નીચાણ વાળા વિસ્તારોમાં ધસી આવ્યા હતા. આસપાસના ખેતરો તેમજ રહેણાંક વિસ્તારોમાં પણ પાણી ઘૂસ્યા છે. હાથીજણ અને વિવેકાનંદ નગર વચ્ચેનો કોઝવે બંધ કરતા AMTS અને એસ.ટી સેવા આ રૂટ પર બંધ કરવામાં આવી છે. હાથીજણથી વિવેકાનંદ નગર તરફ જવા માટે લોકોને સાત કિલોમીટર ફરીને જવું પડે છે.

(7:52 PM IST)