<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th August 2024

રાજ્યભર માં મેઘરાજાનું મેઘતાંડવ: સવારે 6 વાગ્યાથી લઇ 12 વાગ્યા સુધીમાં ઉમરપાડા 2 ઇંચ ,નખત્રાણા 1.5 ઇંચ વરસાદ નોંધાયો

મેઘરાજાના મેઘતાંડવના પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ

(જીતેન્દ્ર રૂપારેલિયા દ્વારા ) વાપી : રાજ્યભરમાં મેઘરાજાના મેઘતાંડવના પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાયેલ છે. નદી ,નાળાઓ,બાંધો અને જળાશયોની જળસપાટી સતત વધી રહી છે. આ સ્તિથીમાં સવારે 6 વાગ્યાથી લઇ બપોરના 12 વાગ્યા સુધીમાં વરસાદના નોંધાયેલ મુખ્યત્વે આંકડાને જોઈએ તો
   ફ્લડકંટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર ઉમરપાડા 53 મિમિ,નખત્રાણા 45 મિમિ, પલસાણા 44 મિમિ,અબડાસા 39 મિમિ,માંડવી (કચ્છ)32 મિમિ,કામરેજ 31 મિમિ,લખપત 28 મિમિ,વાલોડ 27 મિમિ,કરજણ 26 મિમિ,સુઈગામ,ખેરગામ 25- 25 મિમિ,કપરાડા 24 મિમિ,ધરમપુર 22 મિમિ,બારડોલી 21 મિમિ,સાંતલપુર ,જોડિયા અને વગર 20-20 મિમિ વરસાદ નોંધાયો છે.
  આ ઉપરાંત રાજ્યના અન્ય 151 તાલુકામાં 1 મિમિ થી લઇ 19 મિમિ સુધીનો હળવો વરસાદ નોંધાયો છે.

(8:37 PM IST)