<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th August 2024

નર્મદા પોલીસે સાત જગ્યાથી રૂ.૧.૧૮ લાખથી વધુના મુદ્દામાલ સાથે શ્રાવણિયો જુગાર પકડી ગુના દાખલ કર્યા

ગરુડેશ્વર, સાગબારા, રાજપીપળા અને ડેડીયાપાડા પોલીસે શ્રાવણીયા જુગાર પર છાપા માર્યા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: નર્મદા જિલ્લામાં શ્રાવણીયા જુગાર પર પોલીસ નજર રાખતી હોય જિલ્લામાં સાત ઠેકાણે રેડ કરી જુગાર ના મુદ્દામાલ સાથે જુગારીઓને ઝડપી ગુના દાખલ કર્યા છે
  પ્રાપ્ત માહિતી અનુસાર ગરુડેશ્વર પોલીસે તાલુકાના હરીપુરા ગામમાં રેડ કરી રૂ. ૩૫, ૪૧૦ નો જુગાર નો મુદ્દામાલ કબ્જે કરી કુલ નવ જુગારીઓ સામે કાયદેસર કાર્યવાહી કરી છે.
જ્યારે સાગબારા પોલીસે ચોપડવાવ અને કુઇદા ફળિયા ગામમાં જુગાર પર રેડ કરતા ત્યાંથી ૨૪,૮૯૦ નો મુદ્દામાલ પકડી ૧૧ શખ્સો વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો હતો.
જ્યારે રાજપીપળા પોલીસે વેલછંડી, ભદામ અને જિયોરપાટી આમ ત્રણ ગામોમાં રેડ કરી ત્રણયે જુગાર પરથી કુલ રૂ. ૪૦.૯૦૦ ના મુદ્દામાલ સાથે કુલ ૨૦ જુગારીઓ વિરૂદ્ધ ગુના દાખલ કર્યા છે.
અને ડેડીયાપાડા પોલીસે પાનસર ગામ માં જુગાર પર છાપો મારી ૧૭,૦૩૦ નો મુદ્દામાલ કબ્જે કરી કુલ.૧૧ જુગારીઓ વિરૂદ્ધ ગુના દાખલ કર્યા હતા.આમ નર્મદા જિલ્લામાં શ્રાવણીયા જુગાર ઉપર પોલીસે રેડ કરી જુગારધારા ની કલમો મુજબ ગુના દાખલ કર્યા છે.

(10:11 PM IST)