<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th August 2024

રાજપીપળાથી રામગઢ જતા માર્ગનો નાળા સાથેનો રસ્તો તૂટી જતા ભ્રષ્ટાચારની બુમ

ભૂતકાળમાં રાજપીપળાથી રામગઢ જવા માટે બનેલા પુલનો પીલ્લર પણ બેસી હતા તેની મરામત કરાઈ હતી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:રાજપીપળા શહેર સહિત જિલ્લામાં ભારે વરસાદના કારણે અનેક રસ્તાઓ નું ધોવાણ થયું છે અને ઘણી જગ્યાઓ પર વૃક્ષો પણ પડવાની ઘણા બની હોય જેમાં ગતરોજ રાજપીપળાથી રામગઢ જતા માર્ગ પર આવેલા નાળા સાથેનો અડધો રસ્તો તૂટી જતા લોકો ડર અનુભવી રહ્યા છે.

   ભૂતકાળમાં રાજપીપળાથી રામગઢને જોડતા પુલનો પીલ્લર બે વખત બેસી જતા તેની મરામત કરાઈ હતી  અને આજ પુલના સામેના છેડે નો ભાગ વચ્ચેથી તૂટી જતા મોટો અને ઊંડો ખાડો પડતાં એક બાઈક ચાલક રાત્રીના અંધારામાં ખાડામાં ખાબકતા મોતને ભેટ્યો હતો. આમ રાજપીપળાથી રામગઢ જતા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાની બૂમ સંભળાઈ રહી છે.

(10:23 PM IST)