<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th August 2024

રાજપીપળા એસટી ડેપોમાંથી વડોદરા જતી આવતી બસો પાણી ભરાતા બંધ થઈ જતાં મુસાફરો અટવાયા

રાજપીપળાથી ડભોઇ સુધી એસટી બસો અને અન્ય વાહનો ચાલુ રહ્યા હતા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: ગુજરાતમાં અતિશય ભારે વરસાદના કારણે જન જીવન પર અસર થઈ છે અને અનેક જગ્યાઓ પર પાણી ભરાતા વાહન વ્યવહાર પણ ખોરવાયો છે જેમાં  રાજપીપળાથી વડોદરા જતા એસટી બસ સહિતના વાહનો રસ્તામાં પાણી ભરાઈ જતાં મંગળવારે બંધ રહ્યા હતા અને એસટી બસો સહિતના વાહનો ફક્ત ડભોઇ સુધી જઈ રહ્યા હતા. જેથી વડોદરા જતા મુસાફરો અને નોકરિયાતો અટવાયા હતા.

  કરજણ, અંકલેશ્વર, ભરૂચ, સુરત તરફનો વાહન વ્યવહાર ચાલુ હોવાનું ડેપો સત્તાધીશો દ્વારા જાણવા મળ્યું છે. સવારે રાજપીપળા એસટી ડેપોની અંબાજીથી રાજપીપળા પરત આવતી બસ પણ ડભોઇ પહેલા રસ્તામાં પાણી ભરાઈ જતાં અધવચ્ચે અટકેલી હતી જેના કારણે વડોદરા તરફ જતી તમામ બસો હાલમાં બંધ કરાઈ છે, વાયા કેવડીયા થઈ વડોદરા જતી બસ પણ ડભોઇ સુધી જ જાય છે તેમ જાણવા મળ્યું છે.
    જોકે કેટલાક ખાનગી વાહન ચાલકોના જણાવ્યા મુજબ કપુરાઇથી પોર વાળા માર્ગ ઉપરથી વાહન વ્યવહાર ચાલુ હોવાથી ખાનગી વાહનો આ તરફથી વડોદરા જતા હતા


 

(10:25 PM IST)