તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Wednesday, 28th August 2024
વડોદરામાં ચોતરફ પાણીથી ઘેરાયેલી સોસાયટીઓમાં એરફોર્સ મદદે આવ્યું : હેલિકોપ્ટર દ્વારા ફૂડ પેકેટનું વિતરણ :જુઓ વિડિઓ
હરણી વિસ્તારમાં પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયેલા લોકોએ આર્મીએ એરલિફ્ટ કર્યા :કેદારેશ્વર મંદિર, કિર્તી મંદિર અને સયાજી ગંજ ખાતે પાણીમાં ફસાયેલા 50 જેટલા લોકોનું ભારતીય સેનાની મરાઠા રેજીમેન્ટ દ્વારા રેસ્ક્યુ

વડોદરા જિલ્લામાં સાર્વત્રિક મેઘાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતુ. વડોદરા ઉપરાંત ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે વિશ્વામિત્રી નદીએ ભયજનક સપાટી વટાવી દીધી હતી. જે બાદ વડોદરા માથે પૂરનું સંકટ તોળાતું હતુ. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વિશ્વામિત્રી નદીના પાણી લોકોના ઘરોમાં ઘૂસી ગયા છે. પૂરની સ્થિતિને જોતા આવતીકાલે સતત ત્રીજા દિવસે વડોદરા શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.
ચોતરફ વિશ્વામિત્રી નદીના પાણીથી ઘેરાયેલા વડોદરાવાસીઓને બચાવવા માટે NDRF, SDRF ઉપરાંત સેનાની મદદ લેવામાં આવી છે. હાલ આર્મીની 4 ટૂકડીઓ વડોદરામાં રેસ્ક્યુ ઑપરેશન કરી રહી છે. આજે શહેરના હરણી વિસ્તારમાં પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયેલા લોકોએ આર્મીએ એરલિફ્ટ કર્યા હતા. જ્યારે કેટલાક ઠેકાણે પાણીથી બચવા ધાબા પર આશરો લઈ રહેલા લોકોને એરફોર્સના હેલિકૉપ્ટર દ્વારા ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત આજે સાંજે 4 વાગ્યાની આસપાસ શહેરના કેદારેશ્વર મંદિર, કિર્તી મંદિર અને સયાજી ગંજ ખાતે પાણીમાં ફસાયેલા 50 જેટલા લોકોનું ભારતીય સેનાની મરાઠા રેજીમેન્ટ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતુ. જ્યારે શહેરની SSG હોસ્પિટલમાં પણ વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળ્યા હતા. અહીંની રુક્ષ્મણી ચૈનાની પ્રસતિ ગ્રુહ નજીક કમરસુધી પાણી ભરાઈ ગયા હતા. જેથી તાત્કાલિક પ્રસુતિ મહિલાઓને ઉપરના માળે ખસેડીની તેઓની સારવાર શરૂ કરવામાં આવી હતી. જ્યારે SDRFની એક ટીમ દ્વારા સયાજી ગંજ હોસ્પિટલના ડૉક્ટરો અને સ્ટાફને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
હાલમાં સુરત કોર્પોરેશનની 4 ફાયર વિભાગની ટીમ પણ વડોદરા આવવા માટે રવાના થઈ છે. 4 બોટ, એક એમ્બયુલન્સ અને બે કારનો કાફલો તૈયાર કરવામાં આવ્યો છે. 20 જેટલા ફાયરના જવાનોની ટીમ બનાવવામાં આવી છે અને વડોદરાની ટીમને મદદ માટે સુરતમાંથી ટીમ મોકલવામાં આવી છે.
રાજયમાં પ્રર્વતમાન ભારે વરસાદની પરિસ્થિતિના કારણે વિશ્વામિત્રી નદીના જળસ્તર વધતા વડોદરા શહેરમાં પુરની પરિસ્થિતિ ઉદભવી છે. આ પુરની પરિસ્થિતિમાં મદદરૂપ થવા માટે સુરત મહાનગરપાલિકા ઘ્વારા ફાયરની ટીમ મોકલવામાં આવેલ છે. જેમાં ડે. ચીફ ફાયર ઓફિસર -1, ફાયર ઓફિસર - 1, સ્ટેશન ઓફિસર -2, માર્શલ લીડર -7, ડ્રાઇવર- 2, માર્શલ-10 મળી કુલ 23 કર્મચારીઓની ટીમ મોકલવામાં આવેલ છે.
આ ટીમ સાથે ફાયરના સાધનો ફાયર બોટ-2,રબર બોટ-2,ઇમરજન્સી રેસ્કયુ વ્હીકલ-1, ટાટા મોબાઇલ -1,સ્કોરપીયો ગાડી -1, રેસ્કયુ કીટ, રીંગ બોયા,લાઇફ જેકેટ, હાઈડ્રોલિક કોમ્બી ટુલ ,સ્નેક ગન અને દોરડાનો સમાવેશ થાય છે.
વધુમાં ફુડ પેકેટ 1 લાખ અને પાણીની બોટલ 1 લાખ આજે રાત્રે મોકલવામાં આવનાર છે તથા જરુરીયાત અનુસાર આરોગ્ય અને ટેકનીકલની ટીમ પણ મોકલવામાં આવશે.

(11:47 PM IST)

છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 