News of Friday, 30th August 2024
વડોદરામાં વિશ્વામિત્રી રી ડેવલપમેન્ટ માટે ૧૨૦૦ કરોડ ફાળવવાની જાહેરાત
વિશ્વામિત્રી નદીમાં ભારે પૂર આવતા કાંઠાના તમામ વિસ્તારો પાણીમાં ગરકાવ થયેલઃ વિનાશ બાદ સરકારે કરી મોટી જાહેરાત

વડોદરા તા.૩૦: વડોદરાની વિશ્વામિત્રી નદીમાં ભારે પૂર આવતા કાંઠાના તમામ વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આ તમામ વિસ્તારોમાં હાલ પાણી ઉતરતા હાલત ખૂબ ખરાબ જોવા મળી રહી છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે વડોદરામાં વિશ્વામિત્રી નદીએ વેરેલા વિનાશ બાદ સરકારે વિશ્વામિત્રી રી ડેવલપમેન્ટ માટે રૂપિયા ૧૨૦૦ કરોડ ફાળવવાની જાહેરાત કરી છે. આ અંગેની જાહેરાત ગળહમંત્રી હર્ષ સંઘવીએ કરી હતી.
મુખ્યમંત્રીની બેઠક બાદ ગળહ મંત્રી હર્ષ સંઘવીએ નિવેદન જાહેર કર્યુ હતું. જેમાં વડોદરાના નાગરિકો માટે જિલ્લા કલેકટર ખાતે બેઠક કરી હતી. જેમાં મુખ્યમંત્રી પાસે શહેરીજનો માટે વિશ્વામિત્રી રી ડેવલોપમેન્ટ માટેની પરવાનગી માંગવામાં આવી હતી. મુખ્યમંત્રીએ વડોદરાના નાગરિકો માટે પ્રોજેક્ટની સૈધાંતિક મંજૂરી આપી હતી. જેમાં મુખ્યમંત્રીએ ૧૨૦૦ કરોડની સૈધાંતિક મંજૂરી આપી હતી. વિશ્વામિત્રી નદી, ડેમના પાણીને લઈ નિર્ણય લેવાયો હતો.
(3:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
