<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th August 2024

રાજપીપળા ભદામ રોડ પર સ્પ્રે મારી બાળકીના અપહરણનો નિષ્ફળ પ્રયાસ થયો હોવાની ચર્ચા

ઇકો ગાડીમાં આવેલા ત્રણેક યુવાનોએ આ બાળકીને ઉઠાવવા પ્રયાસ કરતા લોકટોળાએ મેથીપાક ચખાડ્યો:પોલીસ ફરિયાદ નોંધાઇ નથી, પણ લોકોએ નજરે જોતા વાત ફેલાઈ

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:રાજપીપળા શહેર ના ગુરુવારે એક ગંભીર ઘટના બનતી રહી ગઈ હતી જેમાં લોકટોળા એ આ ઘટનાને અંજામ આપનાર શખ્સને ઝૂડી નાંખતા અપહરણ થયું રહી ગયું હતું
    રાજપીપળા રંગ અવધૂત મંદિરથી ભદામ તરફ જતા માર્ગ પર ગુરુવારે બનેલી ઘટનામાં ત્યાં પ્રત્યક્ષ જોનાર વ્યક્તિના જણાવ્યા મુજબ એક ૧૭ કે ૧૮ વર્ષની દીકરીને આ જગ્યા પર ઇકો ગાડી માં આવેલા ત્રણેક યુવાનો પૈકી એક યુવાને સ્પ્રે છાંટી બેભાન કરી અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો, જોકે અપહરણ પહેલાજ ત્યાં ઉભેલા લોકો એ આ વાત જાણતા સ્પ્રે લઈ આવેલા યુવાનને પકડી મેથીપાક ચખાડ્યો હતો અને બાકીના યુવાનો ત્યાંથી ભાગી ગયા હતા ત્યારબાદ યુવતીને બચાવી કેટલાક યુવાનો સ્પ્રે છાંટનાર યુવાને પોલીસ સ્ટેશન લઈ જતા હતા પરંતુ આખરે દીકરીની બદનામી થાય તેવા ડર થી પોલીસ ફરિયાદ નહિ કરી યુવાનને છોડી મૂક્યો હતો.
    જો પ્રત્યક્ષ જોનાર વ્યક્તિની વાત સાચી હોય તો મોટા શહેરોની જેમ અપહરણની ઘટના માટે રાજપીપળામાં પણ કોઈ ગેંગ સક્રિય થઈ કે કોઈ અંગત દુશ્મની માટે આ કૃત્યું કરાયું હશે તેવા સવાલ ઉઠ્યા છે.
 આ દીકરી કોણ હતી અને અપહરણનો પ્રયાસ કરનાર પણ કોણ હતા એ બાબત જાણી શકાઇ નથી પરંતુ લોકટોળાએ નજરે જોતા આ બાબત વાયુવેગે રાજપીપળા શહેરમાં ચર્ચામાં રહી હતી

(10:51 PM IST)