News of Friday, 30th August 2024
સેજપુર ગામના બસ સ્ટેશન પાસે બે ઇકો ગાડી સામ સામે અથડાતા ત્રણ ને ઇજા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના સેજપુર ગામના બસ સ્ટેશન પાસે બે ઇકો ગાડી સામ સામે અથડાતા ત્રણને ઇજા થઈ હતી
મળતી માહિતી અનુસાર દલપતભાઈ રમેશભાઈ વસાવા (રહે.મોટી સીંગલોટી પટેલ ફળીયું તા. દેડીયાપાડા જી-નર્મદા )નાઓએ આપેલ ફરિયાદ મુજબ ઇક્કો ગાડી નં.GJ-22-P- 2238 ના ચાલકે પોતાના કબજાની ઇક્કો ગાડી પુરઝડપે હંકારી લાવી રોંગ સાઇડમાં આવી સામેથી તેમની ઇક્કો ગાડી નં.GJ-22-H-1925 સાથે એક્સિડન્ટ કરી તેમની ઇક્કો ગાડીમાં બેસેલ મેથાબેન શૈલેષભાઇ વસાવા નાઓને જમણા હાથે તથા ડાબા હાથના પંજા ઉપર ઇજાઓ પોહચાડી તથા દલપતભાઈ રમેશભાઈ વસાવા( રહે.મોટી સીંગલોટી પટેલ ફળીયું તા- દેડીયાપાડા જી-નર્મદાડ) જમણા હાથે ફેક્ચર કરી તથા તેમની દિકરી નિલમબેનને કપાળમાં તથા ડાબા હાથે કાંડા પાસે સામાન્ય ઇજા પોહચાડી ગુનો કરતા ડેડીયાપાડા પોલીસે રોંગ સાઇડ માં આવેલા ઇકો ચાલક વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે.
(10:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
