News of Saturday, 31st August 2024
ગોધરાના ગોવિંદી ગામમાં વીજ લાઇન પર પડેલા વૃક્ષને હટાવવા ગયેલા વીજ કર્મીનું વીજ કરંટ લાગતાં મોત
વીજ કરંટનો ભોગ બનનાર વિનોદભાઇનું ફરજ દરમિયાન કરુણ મૃત્યુ નિપજતાં પરિજનો અને એમજીવીસીએલ કર્મીઓમાં શોક છવાયો

ગોધરાના ગોવિંદી ગામમાં વીજ લાઇન ઉપર પડેલા વૃક્ષને હટાવવા ગયેલા વીજ કર્મીનું વીજ કરંટ લાગતાં મોત નીપજ્યું હતું
લાઈનમેન વિનોદભાઈ અને સાથી કર્મી તડવી ફળિયામાં વીજ લાઇન ઉપર વૃક્ષ પડ્યું હોવાની કંમ્પ્લેઇન મળી હતી જેથી કામગીરી માટે ગયા હતા,વીજ કર્મી વૃક્ષ હટાવવાની કામગીરી કરી રહ્યા હતા દરમિયાન વીજ વાયર અચાનક જમ્પ કરી નજીક માંથી પસાર થતી અન્ય વીજ લાઇનને અડકી ગયો હતો અને વીજ કર્મી ને જોરદાર વીજ શોક લાગ્યો હતો
વીજ કરંટનો ભોગ બનનાર વિનોદભાઇ નું ફરજ દરમિયાન કરુણ મૃત્યુ નિપજતાં પરિજનો અને એમજીવીસીએલ કર્મીઓમાં શોક છવાયો છે
(12:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
