News of Saturday, 31st August 2024
માંડણ ગામના ગ્રામજનોએ ગામમાં આવતા પ્રવાસીઓને પોલીસ ના અટકાવે એ મુદ્દે કલેકટરને આવેદન આપ્યું
માંડણ ગામમાં આવતા પ્રવાસીઓથી ગામના અનેક ઘરોની રોજીરોટી ચાલે છે, પરંતુ પોલીસ પ્રવાસીઓને માંડણ ગામમાં જવા નહિ દેતા ગ્રામજનો બેકાર થયા છે:પોલીસ ગામમાં આવતા રસ્તા પર બેરિકેટ મૂકી આવતા જતાં પ્રવાસીઓને અટકાવતા ત્યાં ધંધો કરતા સ્થાનિકોની રોજગારી છીનવાઈ

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના માંડણ ગામે ચોમાસાની ઋતુમા બહાર ગામના તથા આજુ બાજુના ગામના રહીશો પ્રવાસ કરી આનંદ લેવા માટે અવર, જવ૨ કરતા હોય છે, આ પ્રવાસીમો ૩ વર્ષ અગાઉથી પ્રવાસ માટે અહીંયા આવે છે. પરંતુ હાલમાં ચોમાસાની ઋતુ ચાલતી હોય, પ્રવાસીઓની અવર- જવર થતી હતી.જેથી અમારા માંડણ ગામના બેરોજગાર વ્યક્તિઓ મકાઇ, મગફળી, શાક્ભાજી, અને પાન પડીકીનો ધંધો કરી પોતાનું તથા પોતાના પરીવારનું ગુજરાન ચલાવતા હતા. પરંતુ હાલમાં ૨૦ દિવસ ઉપરાંતથી રાજપીપલા પોલીસની સૂચનાથી કોઈપણ જાતના બનાવ કે અણબનાવ વગર ખોટી રીતે માંડણ ગામે આવતા પ્રવાસીઓ તથા અન્ય લોકો ન આવી શકે તે માટે પોલીસે બેરેક મુકી કાયમને માટે રસ્તો બંધ કરી દીધેલો હોય, અને પ્રવાસીઓ તથા અન્ય વ્યક્તિ માટે પણ માંડણ ગામે જવા-આવવા માટે પોલીસે રોક્ટોક કરી જવા- આવવા દેતા નથી જેના કારણે માંડણ ગામના રહીશો માંડ માંડ પોતાનુ મકાઈ, મગફળી શાકભાજી, ચા, નાસ્તો વિગેરે ખાવાની ચીજવસ્તુઓ પ્રવાસીઓને સુવિઘાઓ આપતા હતા. તે પણ પોલીસે બંધ કરાવી દીધેલ છે. કેમકે પ્રવાસીમો આવે તો જ અમારો ધંધો ચાલે નહીતો અમારે બેરોજગાર થઈ ભુખે મરવાનો વારો આવે તેવી શક્યતામો રહેલી છે, હાલમાં અમારી ખેતીની જમીનમાં વાવેતર કરેલ વિવિધ પાકોમાં પણ ખુબ જ મોટું નુક્શાન થઈ ગયેલ હોય, અને ખેતીની જમીનમાં વાવેતર કરેલ તમામ પાક ને નુક્શાન થયેલ હોય, જેથી અમો માંડણ ગામના રહીશો બેકાર થઈ ગયેલ છે. જેના કારણે અમારા પરીવારનું ગુજરાનું ચલાવવું મુશ્કેલ થઈ પડ્યું છે.
જેથી માંડણ ગામના રહીશોના ગામમાં બહાર ગામથી આવત પ્રવાસીઓને અવર-જવર કરવા માટે પોલીસ બેરેક મુકી રોક્ટોક કરે કરાવે નહી, કે કોઈ પ્રવાસીને જતા- આવતાં રોકે નહી તેવી કાર્યવાહી કરવા તથા માંડણ ગામના રહીશોને રોજગારી મળી રહે અને તેમના પરીવારનું ગુજરાન સારી રીતે ચાલે તે માટે ભલામણ કરવા જરુરી કાર્યવાહી કરવા માંડણ ગામના રહીશો માંગ કરતું આવેદન કલેકટર ને આપ્યું હતું.
(10:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
