<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st September 2024

વલસાડના દરિયા કિનારેથી ૧ કિલો ૧૦૦ ગ્રામ ચરસનું પેકેટ મળી આવ્‍યું

આ અગાઉ નવાસરી જિલ્‍લાના દરિયા કિનારેથી પ૦ કેપેટ ડ્રગ્‍સના મળી આવ્‍યા હતા

અમદાવાદઃ વલસાડ જીલ્લાનાં દરિયા કિનારે ફરી નશીલો પદાર્થ મળી આવતા પોલીસ તંત્ર ચોંકી ઉઠ્યું હતું. તીથલ બીચનાં દરિયા કિનારે ચરસનો જથ્થો મળી આવતા પોલીસ વિભાાગ તેમજ એજન્સીઓ સતર્ક બની જવા પામી હતી. એક કિલો સો ગ્રામ ચરસનું પેકેટ મળી આવ્યું હતું. આ સમગ્ર મામલે વલસાડ પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસે દરિયા કિનારે ચરસ મળવાનો સિલસિલો યથાવત છે. વલસાડ પોલીસે દરિયા કિનારે તપાસ શરૂ કરી છે.
અગાઉ નવસારી જિલ્લાના દરિયા કિનારા ઉપર પણ ડ્રગ્સનો જથ્થો મળી આવતા જિલ્લા પોલીસ દોડતી થઈ હતી. આશરે 50 પેકેટ ડ્ર્ગ્સના મળી આવ્યાં છે. એક પેકેટમાં 1180 ગ્રામ જેટલો જથ્થો મળી કુલ આવા 50 પેકેટ મળી આવતા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.સુરત અને વલસાડ બાદ નવસારી જિલ્લાના દરિયા કિનારે નધણીયાતી હાલતમાં ડ્રગ્સ મળી આવવાની ઘટનાને પગલે જિલ્લા તંત્ર દોડતું થઈ ગયું હતુ. તેમજ સેન્ટ્રલ અને સ્ટેટ એજન્સીઓ પણ દક્ષિણ ગુજરાતના ડ્રગ્સ ની તપાસમાં જોતરાઈ ગઈ છે. 60 કિલો જેની કીંમત 30 કરોડ 7 લાખનું ડ્રગ્સ પકડાયું હતું. ડ્રગ્સ મળવું અને એ પણ બિનવારસી હાલતમાં જે મોટા રેકેટની શંકા જન્માવે છે.

(1:51 PM IST)