<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st September 2024

અકસ્માત ઝોન વિસ્તારમાં અકસ્માત થાય તો હાઇવે ઓથોરોટી સામે પણ ગુન્હો દાખલ થશે

અરવલ્લી જિલ્લાના પોલીસ વડાએ, હાઈવે ઓથોરોટીને નોટિસ ફટકારી :અકસ્માત ઝોનમાં વરસાદથી પડેલા ખાડાઓ જલદી પૂરવા સૂચના અપાઈ

અરવલ્લી જિલ્લાના પોલીસ વડાએ, હાઈવે ઓથોરોટીને નોટિસ ફટકારી છે. અરવલ્લી જિલ્લાના અકસ્માત ઝોનમાં વરસાદથી પડેલા ખાડાઓ જલદી પૂરવા સૂચના અપાઈ છે. સ્ટેટ હાઇવે પર પડેલા ખાડાઓને લઈને જિલ્લા પોલીસ વડાએ કડક વલણ દાખવ્યું છે. અકસ્માત ઝોન વિસ્તારમાં અકસ્માત થાય તો હાઇવે ઓથોરોટી સામે પણ ગુન્હો દાખલ થશે તેમ જિલ્લા પોલીસે ફટકારેલી નોટિસમાં જણાવાયું છે.

(5:00 PM IST)