<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st September 2024

વડોદરાના વાઘોડિયામાં ખેતરોમાં પાણી ઘુસી જતા ખેડૂતને મોટા પાયે નુકસાન

પપૈયા, કેળ, મરચી તેમજ શાકભાજીના ઉભા પાકને નુકસાન થયુ:સર્વે કરી સહાય ચુકવવા ખેડૂતોની માગ

વડોદરાના વાઘોડિયામાં વરસાદ બાદ ખેડૂતોના પાકને નુકસાન પહોંચ્યુ છે. ખેતરોમાં પાણી ઘુસી જતા ખેડૂતને મોટા પાયે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. તવરા તેમજ દંખેડાના ખેડૂતોની દયનીય સ્થિતિ છે. પપૈયા, કેળ, મરચી તેમજ શાકભાજીના ઉભા પાકને નુકસાન થયુ છે. સર્વે કરી સહાય ચુકવવા ખેડૂતો માગ કરી રહ્યા છે.


 

(6:22 PM IST)