<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st September 2024

કીટ વિતરણ : ઇનાયતપુરા ખાતે તાલુકા સદસ્ય મયુરભાઈ ચાવડા દ્વારા કરવામાં આવ્યું સેવાકાર્ય

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : વિરમગામ શહેર અને તાલુકા સહિત સમગ્ર પંથકમાં પડેલા ભારે વરસાદ અને ઉપરવાસના પાણીના કારણે વિરમગામ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. આવા સમયે અનેક લોકોને ભોજનની પણ સમસ્યાનો સામનો કરવો પડી શકે તેમ હતો. આવા સમયે વિરમગામ તાલુકા પંચાયતના સદસ્ય મયુરભાઈ ચાવડા દ્વારા વણીના પેટા પરા ઇનાયતપુરા ખાતે સીંગતેલની બોટલ, ઘઉંનો લોટ અને બટેટાની કીટ બનાવીને જરૂરિયાતમંદ લોકોને વિતરણ કરવામાં આવ્યું હતું. આ સમયે વણીના સરપંચ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સેવા કાર્યમાં જોડાયા હતા.


 

(6:42 PM IST)