News of Sunday, 1st September 2024
વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે પરબધામ ખાતે પૂજ્ય કરસનદાસ બાપુના આશીર્વાદ મેળવ્યા

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : સૌરાષ્ટ્રની ધરતી સંત, શૂરા અને દાતારની ભૂમિ કહેવાય છે. સંતો અને શૂરવીરોની ઉદારતા અને દાતારીની કથાઓથી ઇતિહાસના સુવર્ણ પૃષ્ઠો ધન્યતા અનુભવે છે. આજે વિરમગામ વિધાનસભાના મિત્રો સાથે ધારાસભ્ય હાર્દિક પટેલે સૌરાષ્ટ્રની પવિત્ર ધરામાં સ્થિત પરબધામ ખાતે પૂજ્ય કરશનદાસ બાપુના આશીર્વાદ મેળવ્યા તેમજ તોરણીયા અને ભૂતડી ખાતે શ્રી રામદેવપીર મહારાજના દર્શન કરીને સંત મહાત્માના આશીર્વાદ લીધા હતા.
(9:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
