News of Sunday, 1st September 2024
નર્મદા જિલ્લા માર્ગ અને મકાન વિભાગ દ્વારા રોડ પેચવર્ક કામગીરીમાં માટી નંખાતી હોવાની બુમ ઉઠી
આમલેથા ગામના રાજપીપળાથી અંકલેશ્વરને જોડતા હાઇવે માર્ગ પર તંત્ર દ્વારા થયેલી કામગીરીમાં ખાડાઓમાં માટી પુરાણ થતું હોવાનું બૂમ: ભારે વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થયેલા જિલ્લાના માર્ગોનું તાત્કાલિક મરામતની કામગીરીમાં વેઠ ઉતારાઈ છે.?!

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લામાં ભારે વરસાદ બાદ સર્જાયેલી સ્થતિ માટે પાણી ઓસરી ગયા બાદ ઉઘાડ કાઢતા હવે વરસાદે વિરામ બાદ માર્ગમકાન વિભાગના કાર્યપાલક ઇજનેર ટીમ નર્મદા પ્રજાજનોને વાહન ચલાવવામાં કોઈ પણ તકલીફ ન પડે તે માટે પેચવર્ક કામગીરી કરવામાં આવી રહી છે જેમાં આમલેથા ગામ બહારથી જતા હાઇવે માર્ગ ઉપર પેચવર્કમાં મોટાભાગની માટી નંખાઈ રહી હોવાનું જાણવા મળ્યું છે.
ગ્રામજનોનું કહેવું છે કે ખાલી માટીનું પુરાણ કરશે તો એકજ વરસાદી ઝાપટામાં માટી ધોવાઈ જશે અને પુનઃ ત્યાં ખાડા જ જોવા મળશે જેમાં તંત્રના લાખો રૂપિયાનો બગાડ તો થશેજ સાથે સાથે લોકો હેરાન થશે.
આ બાબતે આમલેથા ગામના માજી સરપંચ સુમનબેન નિખિલભાઈ વસાવાએ જણાવ્યું કે તંત્ર દ્વારા હાલમાં મુખ્ય હાઇવે માર્ગ પર પુરાણ કરવામાં આવે છે જેમાં માટી નો જ વધુ ઉપયોગ કરાઇ છે, તો શું ખાલી દેખાડો કરવા જ કામગીરી થાય છે..? તંત્ર યોગ્ય કામગીરી કરે તો સારું.
(11:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
