News of Monday, 2nd September 2024
મેઘરાજા ફરી વાર સક્રિય :વહેલી સવારથી 72 તાલુકામાં મેઘમહેર: સૌથી વધુ વઘઈમાં 5.8 ઈંચ વરસાદ ખાબક્યો
ઉચ્છલમાં 3.1 ઈંચ, ડાંગ-આહ્વામાં 3 ઈંચ, ડોલવણ અને લુણાવાડામાં 2 ઈંચ, વાંસદામાં 1.8 ઈંચ, મોરવા (હડફ).ઝાલોદ અને સુબીરમાં 1.6 ઈંચ, ફતેપુરા, સિંગવડ અને સોનગઢમાં 1.5 ઈંચ, જેતપુર પાવીમાં 1.4 ઈંચ, લીમખેડામાં 1.3 ઈંચ, ગરૂડેશ્વરમાં 1.2 ઈંચ, કડાણામાં 1.1 ઈંચ, દેવગઢબારિયા, તિલકવાડા અને બોડેલીમાં 1 ઈંચ વરસાદ વરસ્યો

અમદાવાદ :ગુજરાતમાં ગયા અઠવાડિયે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જે બાદ છેલ્લા 2-3 દિવસથી મેઘરાજા વિરામ પર હતા. ત્યારે આજે નવા અઠવાડિયામાં મેઘરાજા ફરી એકવાર એક્ટિવ થયા છે. સવારે 10 વાગ્યા સુધીમાં જ 72 તાલુકામાં મેઘમહેર થઈ છે. ડાંગના વઘઈમાં 5.8 ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે.
વઘઈમાં 5.8 ઈંચ, ઉચ્છલમાં 3.1 ઈંચ, ડાંગ-આહ્વામાં 3 ઈંચ, ડોલવણમાં 2 ઈંચ, લુણાવાડામાં 2 ઈંચ, વાંસદામાં 1.8 ઈંચ, મોરવા (હડફ)માં 1.6 ઈંચ, ઝાલોદ અને સુબીરમાં 1.6 ઈંચ, ફતેપુરા, સિંગવડ અને સોનગઢમાં 1.5 ઈંચ, જેતપુર પાવીમાં 1.4 ઈંચ, લીમખેડામાં 1.3 ઈંચ, ગરૂડેશ્વરમાં 1.2 ઈંચ, કડાણામાં 1.1 ઈંચ, દેવગઢબારિયા, તિલકવાડા અને બોડેલીમાં 1 ઈંચ વરસાદ વરસ્યો છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં ભારેથી અતિભારે જ્યારે અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, પંચમહાલ, છોટા ઉદેપુર, દાહોદમાં ભારે વરસાદ થઇ શકે છે. આ ઉપરાંત કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડામાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
(12:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
