<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd September 2024

સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી :રાજ્યમાં 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા

ઓડિશાના દરિયાકાંઠે સર્જાયેલા ડિપ્રેશનની ગુજરાત પર અસર થશે:ડિપ્રેશન પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશા તરફ ગતિ કરતા ગુજરાત નજીક પહોંચ્યું

અમદાવાદ :ગુજરાતમાં ફરી એકવાર વરસાદને લઈ મોટી આગાહી થઇ છે,ઓડિશાના દરિયાકાંઠે સર્જાયેલા ડિપ્રેશનની ગુજરાત પર અસર થશે. પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશા તરફ ગતિ કરતા ગુજરાત નજીક પહોંચ્યું છે. જેને લઈ હવે રાજ્યમાં ક્યાંક ઓરેન્જ એલર્ટ તો ક્યાંક યલો એલર્ટની આગાહી કરવામાં આવી છે. નોંધનિય છે કે, અગાઉના દિવસોમાં પડેલા વરસાદને કારણે રાજ્યભરમાં અને ખાસ કરી દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં તારાજીના દ્રશ્યો સર્જાયા હતા. જોકે હવે ફરી એકવાર વરસાદની આગાહી સામે આવી છે

    ઓડિશાના દરિયાકાંઠે સર્જાયેલા ડિપ્રેશનની ગુજરાત પર અસર થશે. હાલની સ્થિતિએ વાત કરીએ તો આ ડિપ્રેશન પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશા તરફ ગતિ કરતા ગુજરાત નજીક પહોંચ્યું છે. આ તરફ હવે રાજ્યમાં ક્યાંક ઓરેન્જ એલર્ટ તો ક્યાંક યલો એલર્ટની આગાહી કરાઇ છે. જેમાં ખાસ કરીને પૂર્વ મધ્ય અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે તો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

  ઓડિશાના દરિયાકાંઠે સર્જાયેલા ડિપ્રેશનને કારણે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. ડિપ્રેશનની અસરને કારણે રાજ્યમાં 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. 

  આ તરફ હવે વહેલી સવારથી રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આ સાથે આજે ગાંધીધામ,ઉના,માંડવી અને દ્વારકામાં વરસાદની શક્યતા છે તો વળી જામનગર,સલાયા,પોરબંદર અને વેરાવળમાં પણ વરસાદ પડી શકે છે. મહત્વનું છે કે, ઉના, મહુવા અને અલંગમાં આગામી 2 દિવસ વરસાદની આગાહી કરાઇ છે

(12:12 PM IST)