News of Monday, 2nd September 2024
દીપક ઠક્કરની ડાયરીમાં કોના નામ છે? ઘણાંનાં બીપી વધી ગયા
પ્રદીપ દુબઈ જેલમાં નોનવેજ ખોરાક, અરબી ભાષા ન જાણતો હોવાથી ખૂબ કંટાળી ગયેલ, ગૂજરાત પરત આવવા મળશે તે જાણી તેને એ બાબતે હર્ષ હતો, મુખ્ય પોલીસ વડા વિકાસ સહાયનો સહયોગ કાબિલે દાદ રહ્યો હતો માત્ર પ્રદીપ ઉર્ફ ડીલકસ જ નહિ, ગુજરાત છોડી ભાગેલા સંખ્યાબંધ ગુનેગારોને વિદેશથી પરત લાવવા ડીઆઇજી નિર્લિપ્ત રાય સક્રિય બની ઘનિષ્ઠ પ્રયાસ કરે છેઃ ડબ્બા ટ્રેડિંગનાં ગુજરાતના મુખ્ય આરોપીને ડીઆઇજી નિર્લિપ્ત રાયનાં નેતળત્વમાં દુબઈથી ગુજરાત લાવવાનાં મિશન એસ્કોર્ટની રસપ્રદ ભીતરી કથા અકિલા સમક્ષ ડીવાયએસપી કે ટી. કામરિયા વર્ણવે છે

રાજકોટ તા.રઃ અમદાવાદના માધુપુરા વિસ્તારમાંથી પકડાયેલ ૧૦ હજાર કરોડના સટ્ટાકાંડ અને ડબ્બા ટ્રેડિંગનાં મામલાના મુખ્ય આરોપી દીપક ઉર્ફ ડીલકસની સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દુબઈથી રાજ્યના મુખ્ય પોલીસ વડા વિકાસ સહાય અને ડીઆઇજી નિર્લિપ્ત રાય જાતે પોતાની ટીમના ડીવાયએસપી કે.ટી. કામરિયા અને પોલીસ ઇન્સ્પેકટર શ્રી.ખાંટ સાથે દુબઈથી અમદાવાદ લાવી તેની પાસે રહેલ પોકેટ ડાયરીના નામોનું રહસ્ય ઉકેલવા પ્રયાસ શરૂ કરતાં ઘણાનાં બીપી વધી ગયા હોવાનું સૂત્રો જણાવે છે, આ ડાયરીમાં ફકત શ્લોક નહિ વિવિધ વ્યક્તિઓના નામ અને મોબાઈલ નંબર છે, તપાસ વિકાસ સહાય, નિર્લિપ્ત રાય અને કે.ટી. કામરિયા જેવી સ્વચ્છ છબી ધરાવતા અધિકારીઓ પાસે હોવાથી ઘણાને અસુખ જેવું લાગી રહયું છે.
અકિલા સાથેની વાતચીતમાં ડીવાયએસપી કે.ટી. કામરિયાએ જણાવેલ કે,ડબ્બા ટ્રેડિંગ સાથે સંકળાયેલ પ્રદીપ ઉર્ફ ડીલકસ ઠક્કરની તપાસ દરમિયાન તે દુબઈ હોવાની માહિતી મળતા લુક આઉટ નોટિસ જાહેર કરેલ, આ પછી ગુજરાત અને કેન્દ્ર સરકાર મારફત ઇન્ટરપોલમાં દરખાસ્ત મોકલી આપેલ.જે અંતર્ગત પ્રત્યાર્પણ સંધી આધારે મંજૂરી આપેલ. કોઈ અન્ય કાનૂની સમસ્યા ન સર્જાય તેના ભાગરૂપે મુખ્ય પોલીસ વડા સાથે ચર્ચા કરી અમારા ડીઆઇજીશ્રી નિર્લિપ્ત રાય સાથે તેમના નેતળત્વમાં પોતે તથા પીઆઇ શ્રી.ખાંટ સાથે દુબઇ મિશન એસ્કોર્ટ હેઠળ પહોંચી ગયેલ, કે.ટી. કામરિયા દ્વારા એક રસપ્રદ વાત એ જણાવેલ કે દુબઈ જેલમાં નોન વેજ ભોજન અને માત્ર અરબી ભાષાનો ઉપયોગ હોવાથી આરોપી પ્રદીપ કંટાળી ગયેલ, એમને જોય તેને હાશકારો થયેલ.
ઉપરોક્ત આરોપી પાસેથી તેનો જુનો પાસપોર્ટ નં-પી૭૪૩૬૭૧૧, નવો પાસપોર્ટ નં-ઝેડ૬૪૮૬૦૬૪, યુનાઈટેડ આરબ એમીરાતના ૧,૯૮૦/- દિરામ તથા મોટું રાઈટીંગ પેડ જેમાં ધાર્મિક લખાણ લખેલ છે જ્યારે નાની પોકેટ ડાયરી જેમાં વિવિધ વ્યક્તિઓના નામ તથા મોબાઈલ નંબરો વિગેરે લખાણ લખેલ છે તે કબ્જે કરવામાં આવેલ છે. ઉપરોક્ત આરોપી દિપક ઉર્ફે ડીલક્ષ ઠક્કરની પી.એન.ટી.સી. કોમ્પલેક્ષના ૧૧માં માળે આવેલ વી.વી.આઈ.પી. સોફ્ટવેર નામની ઓફીસમાં બિન અધિકળત રીતે શેરબજારના ગેરકાયદેસર સોદાઓ લેવાનું કામ કરનાર (Involved in illegal trading and gambling of the change in share market prices with the motive of financial gain) અગાઉ પકડાયેલ આરોપી પ્રકાશ ઉર્ફે ચીકુ નારણભાઈ માળી તથા અમીત ઉર્ફે મુકેશ મહેશભાઈ ખત્રી પાસેથી ઓફીસનું ઓલ ઈન વન કોમ્પ્યુટર, લેપટોપ તથા મોબાઈલ ફોન કબ્જે કરવામાં આવેલ. જેમાંથી શેરબજારના ડબ્બા ટ્રેડીંગની ૪૭ આઈ.ડી. તથા નાણાંકીય લેવડ-દેવડના વ્યવહારો મળી આવેલ હતાં. ઉપરોક્ત ગુનાના કામે હાલ સુધીમાં કુલ-૩૬ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને હાલ તપાસ ચાલુ છે. તેમ વાતચીતના અંતે કે. ટી. કામરિયા દ્વારા અકિલાને જણાવ્યું હતું.
(12:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
