News of Monday, 2nd September 2024
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ પોસ્ટની કૂલ 221 જગ્યાઓ માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી
-- હ વિભાગના નિયમંત્રણ હેઠળના નિયામક, ન્યાય સહાયક વિજ્ઞાનનની કચેરી હસ્તકના વિવિધ તાંત્રિક સંરર્ગો માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું

ગાંધીનગર : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગૃહ વિભાગના નિયમંત્રણ હેઠળના નિયામક, ન્યાય સહાયક વિજ્ઞાનનની કચેરી હસ્તકના વિવિધ તાંત્રિક સંરર્ગો માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. નોટિફિકેશન પ્રમાણે વિવિધ પોસ્ટની કૂલ 221 જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે. આ ભરતી માટે રવિવારે 1 સપ્ટેમ્બરથી ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી માટે વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, નોકરીનો પ્રકાર, ભરતી અંગે મહત્વની તારીખો, અરજી કરવાની રીત, પસંદગી પ્રક્રિયા સહિતની મહત્વની જાણકારી જોઈએ તો
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગૃહ વિભાગના નિયમંત્રણ હેઠળના નિયામક, ન્યાય સહાયક વિજ્ઞાનનની કચેરી હસ્તકના વિવિધ તાંત્રિક સંરર્ગો માટે લેબોરેટરી ટેક્નીશીયન, લેબોરેટરી આસીસ્ટન્ટ, સાયન્ટીફીક આસીસ્ટન્ટ, આસીસ્ટન્ટ એક્ઝામીનર ઓફ ક્વેશ્ચન્ડ ડોક્યુમેન્ટ, સીનીયર એક્ષપર્ટ, જુનીયર એક્સપર્ટ, સર્ચર, પોલીસ ફોટોગ્રાફરની જગ્યાઓ માટે વિવિધ શૈક્ષણિક લાયકાત માંગી છે
- ઓનલાઈન અરજી કરવા ઈચ્છા ઉમેદવારોએ પહેલા https://ojasgujarat.gov.in વેબસાઈટ પર જવું
- ત્યારબાદ on line application માં apply પર click કરવું અને gsssb સિલેક્ટ કરવું
- ઉમેદવારો જે પોસ્ટ માટે અરજી કરવી હોય એના પર ક્લિક કરી એપ્લાય નાઉ પર ક્લિક કરવું
- ત્યારબાદ માંગેલી તમામ વિગતો ધ્યાન પૂર્વક ફરી
- છેલ્લે ફોર્મ સબમીટ કરવું અને ભવિષ્યના રેફરન્સ માટે પ્રીન્ટ કાઢી લેવી
(12:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
