News of Monday, 2nd September 2024
મોટેરાથી મહાત્મા મંદિર વચ્ચે દોડશે મેટ્રો ટ્રેન:પીએમ મોદી આવશે ગુજરાત: 16-17 સપ્ટેમ્બરે રૂટનો પ્રારંભ કરાવી શકે
કોટેશ્વર રોડ, વિશ્વકર્મા કોલેજ, તપોવન સર્કલ, નર્મદા કેનાલ, કોબા સર્કલ, જૂનું કોબા, કોબા ગામ, જીએનએલયુ, પીડીપીયુ, ગિફ્ટ, રાયસણ સહિતના અનેક સ્ટેશનો આવશે

અમદાવાદ :મોટેરાથી ગાંધીનગરના મહાત્મા મંદિર વચ્ચે સપ્ટેમ્બરના બીજા સપ્તાહથી મેટ્રો ટ્રેન દોડતી થશે, આગામી 16-17 સપ્ટેમ્બરના પીએમ મોદી ગુજરાત પ્રવાસે આવશે સંભવતઃ આ રૂટનું ઉદ્ઘાટન કરશે, ગત મહિનાના પ્રથમ સપ્તાહમાં જ કમિશ્નર ઓફ મેટ્રો રેલ સેફ્ટી (સીએમઆરએસ) દ્વારા આ રૂટનું ઈન્સ્પેક્શન હાથ ધરાયું હતું.
15 ઓગસ્ટ આસપાસ આ રૂટનો પ્રારંભ થઇ શકે તેવી સંભાવના હતી. પરંતુ હવે વડાપ્રધાનના હસ્તે આ રૂટનું ઉદ્ઘાટન થશે. અલબત્ત, આ અંગે જીએમઆરસી દ્વારા હજુ કોઇ સત્તાવાર જાહેરાત કરાઇ નથી.
મોટેરા સ્ટેડિયમથી ગાંધીનગરના સેક્ટર-1 (ઈન્દ્રોડા સર્કલ)ના ફેઝ-2ની ટ્રાયલ ફેબુ્રઆરીમાં જ પૂરી કરી દેવાઇ હતી. જેના માટે નર્મદા કેનાલ ઉપર 300 મીટરના કેબલ બ્રિજનું પણ નિર્માણ કરાયું છે. ફેઝ-2માં કુલ 28.24 કિલોમીટરનો રૂટ છે. જેમાં 22.84 કિલોમીટર મોટેરાથી મહાત્મા મંદિર કોરિડોર, 5.42 કિલોમીટર મંદિર-જીએનએલયુ-ગિફ્ટ સિટી કોરિડોરનો સમાવેશ થાય છે. મોટેરાથી મહાત્મા મંદિર વચ્ચે કુલ 20 જ્યારે અને જીએનએલયુ-ગિફ્ટ સિટીના બે સ્ટેશન હશે.
મોટેરાથી કોટેશ્વર રોડ, વિશ્વકર્મા કોલેજ, તપોવન સર્કલ, નર્મદા કેનાલ, કોબા સર્કલ, જૂનું કોબા, કોબા ગામ, જીએનએલયુ, પીડીપીયુ, ગિફ્ટ, રાયસણ, રાંદેસણ, ધોળા કુવા સર્કલ, ઈન્ફોસિટી, સેક્ટર-1, સેક્ટર-10એ, સચિવાલય, અક્ષરધામ, જૂનું સચિવાલય, સેક્ટર-16, સેક્ટર-24, મહાત્મા મંદિર. સ્ટેશન આવશે
(5:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
