News of Monday, 2nd September 2024
કાવેરી નદીમાં જળસ્તર વધવાથી નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા
ઉપરવાસમાં થયેલ ભારે વરસાદના કારણે કાવેરી નદી તેની ભયજનક સપાટી નજીક બપોરે અઢી વાગે પહોંચે એવી શક્યતા

નવસારી : ઉપરવાસમાં થયેલ ભારે વરસાદના કારણે કાવેરી નદી તેની ભયજનક સપાટી(19 ફૂટ) નજીક આશરે બપોરે અઢી વાગે પહોંચે એવી શક્યતા છે. જો સ્થાનિક વરસાદમાં વધારો થાય તો કાવેરી નદીનું જળસ્તર વધારે વધે એવી શક્યતા છે.
આ સંદર્ભે, નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખાસ અપીલ કરવામાં આવે છે કે, કાવેરી નદીની આસપાસ અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો જિલ્લા વહીવટી તંત્રના સંકલનમાં રહે, સાવચેત રહે અને સુરક્ષિત સ્થળે ખસી જઈ સહકાર આપવા અનુરોધ કરવામાં આવ્યો છે
(1:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
