News of Monday, 2nd September 2024
બપોરે અંબિકા નદી ભયજનક સપાટીએ પહોંચે તેવી શકયતા : નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા
ઉપરવાસમાં થયેલ ભારે વરસાદના કારણે અંબિકા નદીની વધતી જળસપાટી

નવસારી : ઉપરવાસમાં થયેલ ભારે વરસાદના કારણે અંબિકા નદી તેની ભયજનક સપાટી(28 ફૂટ) નજીક આશરે બપોરે ૨ વાગે પહોંચે એવી શક્યતા છે. જો સ્થાનિક વરસાદમાં વધારો થાય તો અંબિકા નદીનું જળસ્તર વધારે વધે એવી શક્યતા છે.
આ સંદર્ભે, નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખાસ અપીલ કરવામાં આવે છે કે, અંબિકા નદીની આસપાસ અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો જિલ્લા વહીવટી તંત્રના સંકલનમાં રહે અનુરોધ કરવામાં આવ્યો છે.
(1:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
