News of Monday, 2nd September 2024
બે દિવસ દક્ષિણ-મધ્ય ગુજરાતમાં મેઘો ભુક્કા બોલાવશે :અનેક જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતા:રેડ અને ઓરેન્જ એલર્ટ
છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચમાં અતિથી અતિભારે વરસાદ થઇ શકે:કાલે ભરૂચ અને સુરતમાં અતિથી અતિભારે વરસાદની શક્યતા :બુધવારે કચ્છ, બનાસકાંઠા, નવસારી, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ થઇ શકે

અમદાવાદ :ગુજરાતમાં મેઘાવી માહોલ ફરી બન્યો છે. ગતરોજ સાંજે અને રાત્રે મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદ થયા બાદ આજે સવારથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થઇ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છેકે આજે અને આવતીકાલે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં અતિભારે વરસાદ થઇ શકે છે. જેના પગલે રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આજે 2 સપ્ટેમ્બરના રોજ છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચમાં અતિથી અતિભારે વરસાદ થઇ શકે છે. જ્યારે ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, નવસારી, તાપી, ડાંગ, વલસાડ અને બનાસકાંઠામાં અતિભારે તેમજ અમરેલી, ભાવનગર, અમદાવાદ, ખેડા, આણંદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠામાં ભારે વરસાદ થઇ શકે છે. કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણા, ગાંધીનગર, બોટાદ, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, પોરબંદરમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
3 સપ્ટેમ્બરના રોજ ભરૂચ અને સુરતમાં અતિથી અતિભારે વરસાદની શક્યતા છે. તેમજ બોટાદ, ભાવનગર, આણંદ, વડોદરા, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે. રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, છોટા ઉદેપુરમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
4 સપ્ટેમ્બરના રોજ કચ્છ, બનાસકાંઠા, નવસારી, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે. મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, સુરત, તાપી, ડાંગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. જ્યારે જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
5 સપ્ટેમ્બરના રોજ કચ્છ, બનાસકાંઠા, પાટણ, નવસારી, વલસાડમાં ભારે વરસાદ થઇ શકે છે. મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
(1:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
