News of Monday, 2nd September 2024
ફરી ધોધમાર શરૂ : સવારે ૪ કલાકમાં દોઢ થી ૬ ઈંચ
સૌરાષ્ટ્રના સાગરકાંઠે ભારે વાદળા જામ્યા : સમગ્ર કચ્છ - સૌરાષ્ટ્ર - ગુજરાત ઉપર વાદળાઓ છવાઈ ગયા

આજે સવારે ૧૨:૧૫ વાગ્યે લેવાયેલ ઈન્સેટ ઉપગ્રહની તસ્વીરમાં સૌરાષ્ટ્રના સાગરકાંઠે, દક્ષિણ ગુજરાતમાં ભારે વાદળા સાથે સવારે ૮ થી ૧૨ ૪ કલાકમાં દોઢ થી ૬ ઈંચ વરસાદ ખાબક્યો છે. વાંસદા તાલુકાના ૯ રસ્તા બંધ છે.
સવારે ૧૨ાના અહેવાલ મુજબ વધઈમાં ૬ ઈંચ, ઉચ્છલમાં ૩.૨ ઈંચ, ડાંગ - આહવામાં ૩.૨ ઈંચ, ડોલવણમાં ૨ ઈંચ, લુણાવાડામાં ૨ ઈંચ, વાંસદામાં ૧.૮ ઈંચ, મોરવા હડફમાં ૧.૭ ઈંચ અને ઝાલોદમાં ૧.૬ ઈંચ સહિત ઠેર-ઠેર ભારે વરસાદના અહેવાલ મળે છે.
આગાહી મુજબ જ સપ્ટેમ્બરના પ્રારંભ સાથે વરસાદ બેફામ પડવો શરૂ થયો છે. છોટાઉદેપુરમાં નસવાડીમાં ધોધમાર વરસાદ પડયો છે. નસવાડીના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડયો છે. ધોધમાર વરસાદને લીધે વાંસદા તાલુકાના સાત રસ્તા બંધ કરી દેવા પડયા છે. ગુજરાતમાં મેઘરાજાના વિરામ વચ્ચે હવામાન વિભાગની ૩ દિવસની વરસાદની આગાહી છે. ઓડીશા - આંધ્રપ્રદેશ પર બનેલા ડિપ્રેશનની અસર શરૂ થઈ ગઈ છે. દક્ષિણ - મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર - કચ્છમાં ફરી સામાન્યથી લઈ ભારે વરસાદની આગાહી વચ્ચે વરસાદ શરૂ થઈ ગયો છે. સંખ્યાબંધ જીલ્લા માટે ઓરેન્જ એલર્ટ અપાયુ છે.
આગામી ૫ દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કેટલાક જીલ્લાઓમાં અતિભારે વરસાદ પણ આવી શકે છે.આજે ભરૂચ, સુરત, નર્મદા, તાપી, નવસારી, વલસાડ, દમણ નગર હવેલી, ડાંગમાં ઓરેન્જ એલર્ટ સાથે છૂટા છવાયા સ્થળે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદમાં છુટા છવાયા તેમજ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.૩ સપ્ટેમ્બર અમરેલી ભાવનગર આણંદ વડોદરા ભરૂચ નર્મદામાં છુટા છવાયા સ્થળોએ ભારે ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપ્યું છે. ૩ સપ્ટેમ્બરે રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દાદરા નગર હવેલીમાં છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું૪ સપ્ટેમ્બર કચ્છ બનાસકાંઠા પાટણ, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, ખેડા, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરતમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.૨૪ કલાકમાં સામાન્ય વરસાદ નોંધાયો
૫ સપ્ટેમ્બરે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. છેલ્લા પાછલા ૨૪ કલાકમાં સામાન્ય વરસાદ નોંધાયો છે. સપ્ટેમ્બર મહિનામાં પણ સામાન્ય કરતા વધુ વરસાદ રહેશે
(1:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
