<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd September 2024

ડાયનેમિક સર્વિસિસ એન્‍ડ સિક્‍યુરિટીએ રૂા. ૪૫ કરોડમાં ભારત બેટરી હસ્‍તગત કરી

રાજકોટ,તા. ૨: કોલકાતા, પヘમિ બંગાળ - ડાયનેમિક સર્વિસિસ એન્‍ડ સિક્‍યોરિટી લિમિટેડ (DSSL), સુરક્ષા અને સુવિધા વ્‍યવસ્‍થાપન ઉકેલોની અગ્રણી કંપની, ભારત બેટરી મેન્‍યુફેક્‍ચરિંગ કંપની પ્રાઇવેટ લિમિટેડને રૂા.૪૫ કરોડમાં હસ્‍તગત કરવા માટે સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્‍તાક્ષર કરવાની જાહેરાત કરે છે. આ એક્‍વિઝિશન અર્નિંગ એક્રેટિવ છે અને ચાલુ નાણાકીય વર્ષથી જ શેર દીઠ કમાણી (EPS)માં યોગદાન આપશે. ભારત બેટરી મેન્‍યુફેક્‍ચરિંગ કંપની પ્રાઇવેટ લિમિટેડે નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૦૨૪ માટે રૂા.૨૨.૮૨ કરોડની આવક અને રૂા. ૪.૭૮ કરોડનો કર પછીનો નફો નોંધાવ્‍યો હતો. આ મજબૂત નાણાકીય કામગીરી આ ભાગીદારીના મૂલ્‍ય અને સંભવિતતાને રેખાંકિત કરે છે. ૧૯૪૧ માં સ્‍થાપિત, ભારત બેટરી મેન્‍યુફેક્‍ચરિંગ કંપની પ્રાઇવેટ લિમિટેડ પાસે બેટરી ઉત્‍પાદન ઉદ્યોગમાં આઠ દાયકાથી વધુનો અનુભવ છે.

(5:02 PM IST)