News of Monday, 2nd September 2024
ટ્રાવેલ્સ એન્ડ રેન્ટલ્સ લિ. એ IPOની જાહેરાત કરી : આજથી લીસ્ટેડ

રાજકોટ,તા. ૨: ટ્રાવેલ્સ એન્ડ રેન્ટલ્સ લિમિટેડ, લીડીંગ ટ્રાવેલિંગ સોલ્યૂશન માં અગ્રણી કંપની ૨૯ ઓગસ્ટ, ૨૦૨૪ ના તેની પ્રારંભિક જાહેર ઓફર (IPO) ના લોન્ચિંગની જાહેરાત કરતાં આનંદ અનુભવે છે. IPO રૂા.૧,૨૨૪.૦૦ વધારવાની અપેક્ષા છે. શેર દીઠ રૂા.૪૦ના નિશ્ચિત ભાવે ૩૦,૬૦,૦૦૦ ઇક્વિટી શેર ઇશ્યુ કરી રહી છે. આ શેર BSE લિમિટેડના SME પ્લેટફોર્મ પર ૨ સપ્ટેમ્બર, ૨૦૨૪ના રોજ લિસ્ટેડ થવાના છે. આ ઓફર ૫ સપ્ટેમ્બર, ૨૦૨૪ના રોજ બંધ થશે. આ IPO નું સંચાલન ફિનશોર મેનેજમેન્ટ સર્વિસ લિમિટેડ દ્વારા થઇ રહ્યું છે.
૧૯૯૬માં સ્થપાયેલ ટ્રાવેલ્સ એન્ડ રેન્ટલ્સ લિમિટેડ, ટ્રાવેલ અને ટુરિઝમ ઉદ્યોગમાં અગ્રગણ્ય કંપની તરીકે ઉભરી આવી છે, જે ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ એર ટિકિટિંગ, હોટેલ રિઝર્વેશન, કસ્ટમાઈઝ્ડ ટુર પેકેજ અને આનુષંગિક સેવાઓ જેવી કે ટ્રાવેલ ઈન્સ્યોરન્સ, પાસપોર્ટ અને આનુષંગિક સેવાઓ પ્રદાન કરે છે. વિઝા પ્રેસેસમાં વિશાળ શ્રેણીની સર્વિસ આપે છે.
(4:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
