News of Monday, 2nd September 2024
અંબિકા નદીની જળસપાટી 29 ફૂટ ભયજનક સપાટી વટાવીને 32 ફૂટ પર પહોંચી: ગોલગામ સંપર્ક વિહોણું
બીલીમોરા શહેરના વાડિયા સીપીઆર બંદર રોડ વિસ્તારમાં પાણી ભરાવા શરૂ: અંબિકા નદી કાંઠાના 14 જેટલા ગામોમાં પાણી ભરવાની પણ શરૂઆત

નવસારીના બીલીમોરા શહેર નજીકથી વહેતી અંબિકા નદીની જળ સપાટીમાં વધારો થયો છે. અંબિકા નદીની જળસપાટી 29 ફૂટ ભયજનક સપાટી વટાવીને 32 ફૂટ પર પહોંચી છે. બીલીમોરા શહેરના વાડિયા સીપીઆર બંદર રોડ વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે.
અંબિકા નદીની સપાટી વધતા ગોલગામ સંપર્ક વિહોણું થયું છે. અંબિકા નદી કાંઠાના 14 જેટલા ગામોમાં પાણી ભરવાની પણ શરૂઆત થઈ છે. ભાઠા કલમઠા વિસ્તારોમાં વાડીઓમાં પાણી ભરાયા છે. ગણદેવી તાલુકાના અંબિકા કાંઠાના 16 ગામોને એલર્ટ કરાયા છે.
(6:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
