<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd September 2024

તાપીના ડોલવણ તાલુકામાં મુશળધાર વરસાદથી ઓલણ નદીના પૂરના પાણી આસપાસના ગામોમાં ઘૂસ્યા

આશ્રમ શાળાની આસપાસ નદીના પાણી ઘુસતા NDRFની ટિમ પહોંચી:આશરે 200 જેટલા બાળકોને આશ્રમ શાળાના પહેલા માળે સુરક્ષિત ખસેડાયા

તાપીના ડોલવણ તાલુકામાં મુશળધાર વરસાદને પગલે નદીઓમાં વરસાદી પૂરના પાણી ભયજનક સ્તરે વહી રહ્યાં છે. ઓલણ નદીના પાણી નદીની આસપાસના ગામમાં ઘુસ્યા છે. પંચોલ ગામે આવેલ આશ્રમ શાળામાં ઓલણ નદીના પાણી ઘુસ્યા છે . આશ્રમ શાળાની આસપાસ નદીના પાણી ઘુસતા NDRFની ટિમ ઘટના સ્થળે પહોંચી છે. આશરે 200 જેટલા બાળકોને આશ્રમ શાળાના પહેલા માળે સુરક્ષિત ખસેડાયા છે

(6:48 PM IST)