<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd September 2024

સુરતના ઉપરવાસમાં ભારે વરસાદને પગલે મહુવાથી પસાર થતી પૂર્ણાં નદીમાં ઘોડાપૂર

મહુવા ગામમાંથી પસાર થતો બ્રિજ વાહનવ્યવહાર માટે બંધ કરાયો :નદી કિનારે રહેતા 112 પરિવારોનું સ્થળાંતર કરી દેવાયું

સુરતના ઉપરવાસમાં ભારે વરસાદને પગલે, મહુવાથી પસાર થતી પૂર્ણાં નદીમાં ઘોડાપૂર આવ્યું છે. મહુવા ગામમાંથી પસાર થતો બ્રિજ પ્રસાશન દ્વારા વાહનવ્યવહાર માટે બંધ કરી દેવાયો છે. 

નદી કિનારે રહેતા 112 પરિવારોનું સ્થળાંતર કરી દેવાયું છે. હજુ પણ નદીનું જળ સતત વધી રહ્યું છે. મહુવા તાલુકાના ઓનડચ , મિયાપુર ,બુધલેશ્વર , સેખપુર સહિતના ગામો  એલર્ટ કરાયા છે.

(6:49 PM IST)