<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd September 2024

ભારે વરસાદના કારણે ભરૂચનો ઇન્દિરા નગર વિસ્તાર વરસાદી પાણીમાં ડૂબ્યો : 200 લોકોનું સ્થળંતર કરાયું

પોલીસ અને ફાયર બ્રિગેડ દ્વારા ઈન્દિરા નગર વિસ્તારમાંથી રેસ્ક્યુ

ભરૂચ : ભારે વરસાદના કારણે ભરૂચનો ઇન્દિરા નગર વિસ્તાર વરસાદી પાણીમાં ડૂબ્યો છે. પોલીસ અને ફાયર બ્રિગેડ દ્વારા ઈન્દિરા નગર વિસ્તારમાંથી આશરે 200 લોકોનું સ્થળંતર કરાયું છે. નાના બાળકોનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ઇન્દિરા નગર વિસ્તારમાં વરસાદી પાણી પ્રવેશી રહ્યા હોવાથી લોકોના ઘરમાં પણ પાણી પ્રવેશ્યા હતા

  ભરૂચમાં આજે સાંજના 4થી 6 વાગ્યા સુધીના માત્ર બે કલાકમાં જ 120 મિલીમીટર એટલે કે પાંચ ઈંચ જેટલો વરસાદ સાંબેલાધારે તુટી પડ્યો હતો. ભરૂચ શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા. ખાસ કરીને ભરૂચના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જનજીવન ભારે પ્રભાવિત થયું હતું

(9:18 PM IST)