News of Monday, 2nd September 2024
વડોદરા અમદાવાદ ગાંધીનગર ભરૂચ પંથકમાં મોડી રાત્રે અનેક વિસ્તારોમાં વરસાદ ચાલુ: આવતી પાંચ કલાકમાં અનેક સ્થળે ભારે વરસાદની ચેતવણી

અત્યારે રાત્રે ૯ વાગ્યા આસ પાસ વડોદરા પંથકના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યાના અહેવાલો મળે છે. રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે.
વડોદરા પંથકના મેઘાકુઈ, પાદરા, સોખડા, રાધુ, કણજણ સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યા છે.
અમદાવાદ પંથકના ધોળકા રામપુર જ્યારે માણસા ગાંધીનગર ભરૂચના પરખેટ અને અરવલ્લીના ભિલોડામાં પણ મુશળધાર વરસાદના અહેવાલો મળે છે.
હજી આવતી પાંચ કલાક, રાત્રે ૨ સુધીમાં ભાવનગર ઘોઘા સિહોર પાલીતાણા વલભીપુર ભરૂચ આમોદ જંબુસર દહેજ વડોદરા રાજપીપળા ખંભાત આણંદ બાયડ અને મોડાસામા વરસાદ ખાબકે તેવી પૂરી સંભાવના દર્શાવાય છે.
(9:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
