<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd September 2024

વડોદરામાં લોકરોષ યથાવત : શિક્ષણમંત્રી કુબેર ડિંડોરને 'ચાલતી પકડો' નો ઈશારો કરતાં દૂરથી જ કર્યા રામ રામ

રહીશોએ આગળ ચાલતી પકડો એવો ઈશારો કુબેર ડિંડોરને હાથથી કર્યો: સોમનાથ સોસાયટીના નાગરિકોએ શિક્ષણમંત્રીને દૂરથી જ આગળ વધવા કહી દીધું

વડોદરામાં થોડા દિવસ અગાઉ પડેલ વરસાદના કારણે શહેરમાં પાણી ભરાયા હતા. ઉપરાર વિશ્વામિત્રી નદીના પાણી લોકોના ઘરોમાં ઘુસી જતા શહેરીજનોને ભારે હાલાકી વેછવાની વારી આવી છે.

   લોકોની મુશ્કેલીના ટાણે રાજ્યકક્ષાના મંત્રીઓ વડોદરામાં લોકોની મુલાકત લેવા ગયા હતા. જેમાં તમામ મંત્રીઓને કડવા અનુભવો થઇ રહ્યા છે. જેમાં તાજેતરમાં રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી કુબેર ડિંડોરને પણ વડોદરામાં કડવો અનુભવ થયો હતો.

  વડોદરામાં પૂર બાદ શિક્ષણમંત્રી લોકની મુલાકાત લેવા પહોંચ્યા હતા. જે દરમિયાન તેઓ વિવિધ સોસાયટીઓમાં લોકોના ખબરઅંતર પૂછવા અને રાશનકિટના વિતરણ કરવા માટે નિકળ્યા હતા તે સમયે ઘટના આ ઘટના ઘટી હતી.

   રાશનકિટના વિતરણ દરમ્યાન વાઘોડિયા રોડની સોમનાથ સોસાયટીના નાગરિકોએ શિક્ષણમંત્રીને દૂરથી જ રામ રામ કર્યા હતા. જેમાં રહીશોએ આગળ ચાલતી પકડો એવો ઈશારો કુબેર ડિંડોરને હાથથી કર્યો હતો.

સોસાયટીમાં શિક્ષણમંત્રી કુબેર ડિંડોર હાથ જોડી રહ્યા હતા અને નાગરિક અહીંથી નીકળો તેવો ઈશારો કરતાં રહ્યા તેવા દ્રર્શ્યો જોવા મળ્યા હતા. ભારે વરસાદના કારણે ભરાયેલ પાણી લોકોને થયેલ પરેશાનીના કારણે રહીશોમાં હાલ પણ રોષ જોવા મળી રહ્યો છે.

(9:56 PM IST)