News of Monday, 2nd September 2024
બોટાદમાં કપાસનો ભાવ રૂ.2111 સુધી બોલાયો ; જાણો રાજ્યની 13 માર્કેટ યાર્ડમાં શું રહ્યો ભાવ?
ગુજરાતની 13 માર્કેટ યાર્ડમાં કુલ 37.27 ટન કપાસની આવક થઇ

અમદાવાદ :ગુજરાતની 13 માર્કેટ યાર્ડમાં કુલ 37.27 ટન કપાસની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ બોટાદ માર્કેટ યાર્ડમાં કપાસનો ભાવ રૂ. 2111 સુધી બોલાયો હતો. બોટાદમાં કપાસનો નીચો ભાવ 1500 રૂપિયા સુધી ગયો હતો. આ ઉપરાંત સાવરકુંડલામા 1621 રૂ અને નિઝરમાં 1562 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 37.27 ટન કપાસની આવક થઇ છે. જેમાં છોટા ઉદેપુર જિલ્લામાં 18.20 ટન, બોટાદમાં 10.20 ટન, સુરતમાં 5.60, અમરેલીમાં 2.17 અને ભરૂચ જિલ્લામાં 1.10 ટન કપાસની આવક થઇ છે.

(10:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
