<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd September 2024

ગુજરાતમાં જીરાનો સૌથી ઉંચો 5550 રૂપિયા ભાવ ઉંઝામાં બોલાયો :જાણો રાજ્યની 14 માર્કટિંગ યાર્ડ શું ભાવ રહ્યો?

ગુજરાતની 14 માર્કેટિંગ યાર્ડમાં કુલ 747.13 ટન જીરાની આવક થઇ

અમદાવાદ : ગુજરાતની 14 માર્કેટિંગ યાર્ડમાં કુલ 747.13 ટન જીરાની આવક થઇ છે. રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં 5550 રૂપિયા બોલાયો છે. ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં નીચો ભાવ 4000 રૂપિયા બોલાયો હતો.રાધનપુર માર્કેટિંગ યાર્ડમાં 4980 રૂ., હારીજમાં 4928 રૂ., માંડલમાં 4916 રૂ અને હળવદમાં 4800 રૂપિયા ભાવ બોલાયો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં જીરાની કુલ 747.13 ટન આવક થઇ છે. મહેસાણા જિલ્લામાં 651.48 ટન, પાટણમાં 47.17 ટન, મોરબીમાં 34.62, બોટાદમાં 6.20, અમદાવાદમાં 6.01, અમરેલીમાં 0.80, સુરેન્દ્રનગરમાં 0.65 અને કચ્છમાં 0.20 ટન જીરાની આવક થઇ છે.

જાણો કયા યાર્ડમાં જીરાનો શું ભાવ રહ્યો?

(11:01 PM IST)