<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd September 2024

સરદાર સરોવર નર્મદા બંધના ઉપરવાસના ડેમોમાંથી ફરી પાણી છોડાયું :પાણી આવક 2 લાખ ક્યુસેક પર પહોંચી

નર્મદા ડેમના ૧૦ ગેટ ખોલી નર્મદા નદીમાં 1.85 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા નર્મદા નદીનું જળસ્તર વધ્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપલા: સરદાર સરોવર નર્મદા બંધન ઉપરવાસ ના મધ્યપ્રદેશના ડેમો ઓમકારેશ્વર અને ઈન્દીઈરા સાગર ડેમ માંથી 2 લાખ ક્યૂસે પાણી છોડવામાં આવતા અને ઉપરવાસના કેચમેન્ટ વિસ્તારમાં સારો વરસાદ પડતા નર્મદા ડેમ ના સરદાર સરોવરમાં 2.10 લાખ જેટલી પાણી ની અવાક નોંધાઈ, નર્મદા ડેમની જળસપાટી 134.60 મીટરે પહોંચી હતી. પાણી ની અવાક વધતા નર્મદા ડેમના પાંચ ગેટ ખુલ્લા હતા જે વધારી પુનઃ 10 ગેટ ખુલ્લા કરી દેવામાં આવ્યા હતા.
સરદાર સરોવર નર્મદા ડેમ ની જળસપાટી હાલ 134.60 મીટરે છે અને ઉપરવાસમાં થી પાણીની આવક ખુબ વધુ આવી રહી છે, હાલ આવક સામે જાવક સરખી રાખતા સપાટી સ્થિર રહી છે. હાલ પાણી ની આવક 2,10,500 જેટલી થઇ રહી છે જેની સામે 10 ગેટ ખોલી ને 1.65 લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે સાથે રિવરબેડ પાવર હાઉસ માંથી 45 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે આમ નર્મદા બંધની સતત વધતી સપાટી અને પાણી ની આવક ને લઈને નર્મદા નિગમ દ્વારા પાણી છોડવામાં આવી રહ્યું છે.

(11:06 PM IST)